તા.૭મીએ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓ સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો જારી
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી તા.૦૭/૦૧/૨૦૨૪ના રોજ ગુજરાત મુલ્કી વહીવટી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨, નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ-૨ની પરીક્ષાઓ યોજાનાર છે. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ શાંતિમય વાતાવરણ રહે અને પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોચે તે માટે સુરત પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામા દ્વારા ૪૭ પરીક્ષા કેન્દ્રોમાં રૂરી પ્રતિબંધો ફરમાવ્યા છે.
જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજયાની અંદર ચાર કરતા વધુ વ્યકિતઓએ કોઇ સભા ભરવી કે બોલાવવી નહીં અથવા સરઘસ કાઢવું નહીં. ઉપરાંત પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટર ત્રિજ્યા અંદર ઝેરોક્ષ સેન્ટર ચાલુ રાખવા નહી તેમજ વાહનો ઉભા રાખવા નહી. પરીક્ષા બિલ્ડીંગમાં કોઈપણ પરીક્ષાર્થી તથા પરીક્ષા સાથે સંકાયેલા કોઈ પણ કર્મચારીઓ(સરકારી પ્રતિનિધિ સિવાય) વિદ્યાર્થીઓએ મોબાઇલ કે કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા નહીં. ઉપરોકત નિયમ સરકારી ફરજ પરના વ્યકિતઓ તથા પરીક્ષા કાર્યમાં જોડાયેલા વ્યકિતઓને લાગુ પડશે. નહી. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.





