Traffic Tail

કાછલ કોલેજમાં ઉદ્દીશા અંતર્ગત નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. 

SHARE:

કાછલ કોલેજમાં ઉદ્દીશા અંતર્ગત નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. 

સરકારી, વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલમાં તારીખ 27/12/2023 , બુધવારના રોજ આચાર્યશ્રી ડૉ.હેતલ એસ.ટંડેલ મૅડમનાં માર્ગદર્શન હેઠળ ઉદ્દીશા અંતર્ગત નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધ્રુવ અકેડેમી (બારડોલી)ના ડાયરેક્ટર શ્રી ભરતભાઈ પુરીયા સાહેબે “How to face Interview at Government Examination” વિશે વ્યાખ્યાન આપ્યું હતું. આ સાથે સૌરભભાઈ ટાંક સાહેબે GPSC, UPSC જેવી સરકારી પરીક્ષા વિષે માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે મુકુન્દ સાહેબે ફોરેન સ્ટડીઝ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ઉદ્દીશા કોર્ડિનેટર પ્રા.આશા ઠાકોરે કર્યું હતું. કૉલેજના આચાર્યશ્રી અને સમસ્ત સ્ટાફ પરિવારના સહયોગથી થકી તથા રાષ્ટ્ર ગીત ગાઈને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!