Traffic Tail

પાંડેસરામાં પાર્ટશીપમાં ડાન્સ કલાસ ચલાવતી ૨૬ વર્ષીય યુવતીને મદદરૂપ બનતી અભયમ મહિલા ટીમ

SHARE:

પાંડેસરામાં પાર્ટશીપમાં ડાન્સ કલાસ ચલાવતી ૨૬ વર્ષીય યુવતીને મદદરૂપ બનતી અભયમ મહિલા ટીમ

ડાન્સ કલાસ પાર્ટનરે યુવતીના ફોટો-વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ કરવાની ધમકી ૧૮૧ અભયમ હેલ્પ લાઇનની ટીમ યુવતિની વ્હારે આવી.
પાંડેસરામાં પાર્ટશીપમાં ડાન્સ કલાસ ચલાવતી ૨૬ વર્ષીય યુવતીને તેમના ડાન્સ કલાસના પાર્ટનર દ્વારા તેમના ફોટો-વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ કરવાની ધમકી આપી સબંધ અને વાત કરવા માટે દબાણ કરતા ૧૮૧ અભયમની ટીમે યુવતીની વ્હારે આવી હતી.
યુવતીએ અભયમ ટીમને કહ્યું કે, અમારી પાડોશમાં રહેતા ૩૫ વર્ષીય યુવાનના સંપર્કમાં આવી હતી. તેની પાસેથી ડાન્સ શિખ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી અમો સાથે મળીને પાર્ટરશીપમાં ડાન્સ ક્લાસ ચલાવતા હતા. તેઓ પરણિત છે છતાં એક દિવસ કલાસમાં મારી માંગમાં સિદુંર ભરી આપણા લગ્ન થઇ ગયા આજથી આપણે પતિ-પત્નિ છીએ તેમ કહ્યું. જેથી યુવતિએ ડાન્સ ક્લાસ પર જવાનું અને યુવાન સાથે વાતચીત કરવાનું બંધ કર્યું હતું. જેથી યુવકે યુવતિને ફોટો-વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી પીડીતાએ તેમનો નંબર બ્લોક કર્યો હતો. છતા પણ યુવકે અન્ય નંબર પરથી ફોન કરી પીડીતાને હેરાનગતિ કરવાનું ચાલુ કર્યું. અન્ય કલાસ પર જઇ રિલેશન ન રાખે તો મરી જવાની ધમકી આપતો હતો. જેથી યુવતીએ કંટાળીને અભયમની મદદ લીધી હતી.
અભયમની ટીમે યુવાનને બોલાવી વાત કરતાં યુવાને કહ્યું કે,અંમે બન્ને એકબીજા સાથે પ્રેમ સબંધમાં છીએ, પરંતુ થોડા દિવસોથી એમ એકબીજા સાથે કોઇ વાતચીત કરતાં નથી. તેમણે જ તેમના ફોટો-વિડીયો આપ્યાં હતા. વારંવાર તેમના દ્વારા જ મને ફોન આવે છે,
યુવાનની વાત સાંભળી ફરી અભયમની ટીમે પીડીતાનુ કાઉન્સિલ કરતાં તેમણે કહ્યું કે, અમારા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતા, પરંતુ તેમના માતા-ભાઈને જાણ થતા પોત-પોતાની પરિવાર વાત સાંભળી એકબીજાથી અલગ થયા હતા. યુવતીએ પોતાના માતા-ભાઇની વાત સાંભળી યુવાન સાથે વાત કરવાની બંધ કરી દેતાં યુવાને તેમના ફોટો-વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ કરી દેશે એવા દરથી પીડીતાએ ૧૮૧ની મદદ લીધી હતી.
સામાજિક અને કાયદાકીય ફરજને આધિન અભયમ કાઉન્સેલરે યુવાનને સમજાવી મોબાઈલમાં કોઈના ફોટો-વિડીયો રાખવા એક ગુનો બને છે. યુવાનના મોબાઈલમાંથી ફોટો ડિલિટ કરવાનું સમજાવતા યુવાને ફોટો-વિડીયો ડિલિટ કરી આજ પછી પીડીતાને ફોટોને લઇ કંઇ જાતની ધાક-ધમકી નહી આપશે નહી. તેમજ બ્લેક મેલ નહિ કરવાનું કહી પોતાની ભુલ સ્વીકારી હતી પોત-પોતાના પરિવાર પાસે માફી માંગી લખાણ દ્વારા બાહેંધરી આપી સમાધાન કરાવ્યું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!