Traffic Tail

આદિજાતિ સમાજના નાના સિંમાત ખેડુતો તેમજ સંયુકત નામે ચાલતી જમીનમાં સરકારશ્રીની યોજનાકીય લાભો સ્વતંત્ર રીતે લેવામાં પડતી મુશ્કેલીને દૂર કરવા બાબતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની મુખ્યમંત્રીને ધારદાર રજુઆત,મહુવા તાલુકામાં બિરસામુંડા રમત ગમત સ્ટેડીયમની કરાઈ માંગ.

SHARE:

આદિજાતિ સમાજના નાના સિંમાત ખેડુતો તેમજ સંયુકત નામે ચાલતી જમીનમાં સરકારશ્રીની યોજનાકીય લાભો સ્વતંત્ર રીતે લેવામાં પડતી મુશ્કેલીને દૂર કરવા બાબતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની મુખ્યમંત્રીને ધારદાર રજુઆત,મહુવા તાલુકામાં બિરસામુંડા રમત ગમત સ્ટેડીયમની કરાઈ માંગ.  

 

મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિતમાં ધારદાર રજુઆત કરતા જણાવ્યું હતું કે આદિવાસી-સમાજના ખેડુતોને ૭/૧૨ ની નકલમાં સંયુકત નામે ચાલતા હોય અને જેના કારણે સરકારશ્રીની યોજનાકીય લાભો લેવા એક બીજાની સંમતી લેવી પડતી હોય છે. આમ સામાન્‍ય રીતે સંયુક્ત નામ ચાલતા હોય પરંતુ પારિવારીક વહેચાણ થી જમીન કબજા હકક સ્વતંત્ર ધરાવતા હોય છે અને સ્વતંત્ર અધિકાર આપવા નીતિ-નિયમો બનાવી અધિકાર આપવામાં આવે જે રીતે હાલમાં ભારત સરકારની કિસાન સન્‍માન નિધિની યોજનામાં ૭/૧૨ માં જેટલા નામ ધરાવતા કિસાનને દર વર્ષે ત્રણ તબક્કામાં રૂ.૬૦૦૦/સ્વતંત્ર રીતે એમના બેન્ક ખાતામાં જમા થઇ જાય એમ સાચા અર્થમાં યોજનાકીય લાભો મળી જાય છે. તે જ રીતે જે તે લાભાર્થીને સ્વતંત્ર અધિકાર સરકાર કે કોઇપણ યોજનાકીય લાભો જેમ કે, વિજ કનેકશન કે બેન્ક લોન ધીરાણ યોજના કે અતિ વરસાદ કે કુદરતી રીતે થતાં નુકશાનમાં મળતા લાભો સરળતાથી મળે તે રીતે સ્વતંત્રતા ધરાવતા નિયમો બનાવી લાભો આપવા મુખ્યમંત્રી ને લેખિત જાણ કરી છે તેમજ ૧૪ જિલ્લામાં વસતા ઉમરગામ થી અંબાજી સુધીના આદિવાસી સમાજને ધ્યાને લઇ ત્વરીત નિર્ણય કરવા અંગત ભલામણ પણ કરી છે.તો સાથે જ મહુવા તાલુકાના આદીવાસી સમાજ માટે પણ મહુવા તાલુકામાં રમત-ગમત સ્ટેડીયમ મંજૂર કરવા બાબતે લેખિત જાણ કરી છે જેમાં જણાવ્યા અનુસાર મહુવા તાલુકાના નવયુવાન
ભાઇઓ અને બહેનોની રમત ક્ષેત્રોમાં આગળ વધે અને રાજયનું નામ રોશન કરી શકે તે
માટે પ્રેકટીશ કરી શકે જેથી આધુનિક સુવિધા વાળુ બિરસા મુંડા રમત-ગમત માટે સ્ટેડીયમ મંજૂર કરવા બાબતે ભલામણ કરતો પત્ર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખતા આદીવાસી સમાજમાં આનંદ છવાઈ જવા પામ્યો છે સમગ્ર આદીવાસી સમાજમાં સળગતા પ્રશ્નોને વાચા આપતા ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાનો સમગ્ર આદીવાસી સમાજ આભાર માની રહ્યા છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!