Traffic Tail

તા.૨૪મી પી.પી.સવાણી ગૃપ દ્વારા દીકરીઓના લગ્ન સમારોહના આયોજન ધ્યાને લઈ મોટા વરાછા-અબ્રામા રોડ પર ભારે વાહનોને ડાયવર્ટ કરાયાઃ

SHARE:

તા.૨૪મી પી.પી.સવાણી ગૃપ દ્વારા દીકરીઓના લગ્ન સમારોહના આયોજન ધ્યાને લઈ મોટા વરાછા-અબ્રામા રોડ પર ભારે વાહનોને ડાયવર્ટ કરાયાઃ
સુરતના પી.પી.સવાણી ગૃપ દ્વારા આગામી તા.૨૪મી ડિસેમ્બરના રોજ સાંજે ૦૪:૦૦ વાગે “૭૫ લાડકડી” દિકરીઓના “માવતર” લગ્ન સમારોહ પી.પી.સવાણી સ્કુલ ગ્રાઉન્ડ, અબ્રામા રોડ, મુ.અબ્રામા, તા.કામરેજ, જી.સુરત ખાતે કરવામાં આવનાર છે. જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રીતે ચાલે તેવા આશયથી સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય. બી. ઝાલાએ એક જાહેરનામા દ્વારા તા.૨૪/૧૨/૨૦૨૩ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી થી રાત્રીના ૧૧.૦૦ વાગ્યા દરમિયાન મોટા વરાછા-અબ્રામા રોડ પર મોટા વાહનો માટે ટ્રાફીક ડાયવર્ટ કર્યો છે. જેથી ટ્રક, ડમ્પર, કન્ટેનર, બસ, મોટા ટ્રેઇલર, જીસીબી જેવા મોટા ભારે વાહનોને વૈકલ્પીક વ્યવસ્થા તરીકે,
(૧) કઠોર સરકીટ હાઉસ અબ્રામા ત્રણ રસ્તાથી અબ્રામા ગામ, પી.પી સવાણી અબ્રામા ગામ ત્રણ રસ્તાથી મોટા વરાછા થઇ સુરત શહેરમાં જતા વાહનો સાયણ ગામ થઇ ઓલપાડ થઇ હજીરા તરફ તેમજ રંગોલી ચોકડીથી ઉમરા ગોથાણ બ્રીજ થઈ હજીરા તરફ ડાયવર્ઝન આપ્યું છે.
(૨) મોટાવરાછા થઇ સુરત શહેર થઇ પી.પી સવાણી અબ્રામાગામ, અબ્રામા ત્રણ રસ્તા થઇ કઠોર સરકીટ હાઉસ થઇ કામરેજ તરફ જતા વાહનો (સુરત સીટીની હદમાંથી આવતા વાહનો સીટીમાં યુ-ટર્ન લેવા)
(૩) વેલંજાગામ રંગોલી ચોકડી અંતરીયાળ રસ્તે થઇ અબ્રામા પી.પી સવાણી તરફ જતા ભારે વાહનોને ઘલુડી વાળા રસ્તે થઇ રાજ હોટેલ નેશનલ હાઇવે -૦૮ તરફ ડાયવર્ઝન આપ્યું છે.
(૪) વેલંજાગામ રંગોલી ચોકડી થઇ કઠોર સરકીટ હાઉસ અબ્રામા ત્રણ રસ્તા થઇ અબ્રામાં પી.પી સવાણી તથા કઠોર ગામ તરફ જતા ભારે વાહનો ઘલુડી વાળા રસ્તે થઇ રાજ હોટેલ નેશનલ હાઇવે-૦૮ તરફ થઈ શકશે.
જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!