Traffic Tail

મહુવા તાલુકાના ઓંડચ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત: ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની વિશેષ ઉપસ્થિતિ

SHARE:

મહુવા તાલુકાના ઓંડચ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત: ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની વિશેષ ઉપસ્થિતિ

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે-ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઓંડચ ગામે ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. ધારાસભ્યશ્રીના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગંગા સહાય યોજના, ઉજ્જવાલા યોજના, પી.એમ કિસાન સન્માન નિધી, વય વંદના યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
મિશન મંગલમ, પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ગંગા સહાય યોજના, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શિલાબેન, સંગઠન પ્રમુખ શ્રી હિતેશ નાયક, જિ.પં.સભ્ય જિનેશ ભાવસાર, મહુવા તાલુકા પ્રભારી બચુભાઈ રાઠોડ તથા જૈમિનભાઈ, ભાવિન દેસાઈ, તા.પંચાયતના અધિકારી-કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો, આરોગ્ય સ્ટાફ ગ્રામજનો, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!