તાપી જિલ્લાના ડોલવણ ખાતે કુદરત ના ખોળે આવેલું ” કાળા કાકર ડુંગર દેવ ” ખાતે પ્રાકૃતિક સંવાદ 3.0 નો કાર્યક્રમ યોજાયો.
દક્ષિણ ગુજરાતના આદિવાસી યુવાનો ભેગા થઈને સામાજિક ઉત્થાન તેમજ સંસ્કૃતિ બચાવવાના અભિયાન સ્વરૂપે પ્રાકૃતિક સંવાદ નું આયોજન કરતા આવ્યા છે આ વખતે તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલ આદિવાસી દેવ થાનક કાળા કાકર ડુંગર દેવ ખાતે પ્રાકૃતિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રકૃતિના પુજન થી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં કાળા કાકર ડુંગર દેવના ઇતિહાસની માહીતી મેળવી, વરસાદ, ગાજવીજ,પવન અને ધરતી પુજા કરીને વરસાદ આવનાર વર્ષમાં કેવા પ્રકારનો રેહશે તેની પુર્વજો દ્વારા વર્ષોથી વરતવો કરવામાં આવે છે સાથે જે વર્ષ દરમ્યાન જે નવું અનાજ આવે છે,તે પહેલાં અર્પણ કરવામાં આવે છે,અને પછી જ ખેતરમાં પાકેલું અનાજ ઘરે લાવવામાં આવે છે. તેની સાથે અન્ય જોડાયેલી દંતકથા ત્યાંના મૂળ વાસી પાસેથી મેળવી.
પ્રાકૃતિક સંવાદમાં આદિવાસી સમાજ કઈ રીતે નોન- જ્યુડિશિયલ સિસ્ટમ થી સંચાલિત છે તથા ઈંગ્લિશ લૉ સિસ્ટમ(જુયુડિશિયલ) અને નોન જુડિશિયલ સિસ્ટમ વચ્ચે ની સંવિધાનિક ભેદ રેખા પર સંવાદ થયો. સાથે આજના સમયમાં વધી રહેલી બેરોજગારી સામે યુવાઓમાં એક મિશાલ સમાન આદિવાસી યુવાઓમાં ઉદ્યમ સાહસી પ્રેરણારૂપ વ્યક્તિત્વ વિશેષ ડોલવણ ના “નિમેષ ધોડીયા” જે દર મહિને ૧,૨૫,૦૦૦/- ની પાણીપૂરી વેચે છે. પાણીપૂરીનો ધંધો કોણ કરે? શરમ આવે ? આવાં વિચાર આજના મોઘવારી ના યુગમાં બેરોજગારી ને નાથવાં અડચણ રૂપ બને છે. જેની સામે કેવી રીતે ટકવું તેના જીવંત અનુભવો થી બેરોજગાર યુવાનોને અવગત કરાવાયા હતા યુવાઓ માટે પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવતા બીજા ઉદ્યમી યુવા સાહસી ઉમરપાડાના શ્રી ચંદનભાઈ વસાવા જેઓએ યુટ્યુબ ઉપર જોઈને પોતાની બચતની રકમમાથી કપડાની દુકાન શરૂ કરી શરૂઆતના દિવસોમાં વ્યવસાયનો કોઈ અનુભવ ન હોવાથી ખુબ સંઘર્ષનો સામે કેવીરીતે ટકી રેહવું અને આજે તેહવારોના દિવસોમાં પોતાની સ્કીલથી દૈનિક પાંચ લાખ સુધીનું પણ વેચાણ કરીને પોતાને સફળ યુવા ઉદ્યમી તરીકે પ્રસ્થાપિત કર્યા છે. સિણધય ના દિવ્યા પટેલ વારલી આર્ટ ની શરૂઆત કરીને નેશનલ માર્કેટ જોડાયને ૧.૫૦ લાખ સુધીની મોંધી પેન્ટિંગ નું સેલિંગ કરી રહ્યાં છે. બિઝનેસ માં ચડતી અને પડતી ના સફર માં કેવી રીતે માર્કેટ પર પકડ પકડી રખાય તે અંગે અનુભવી એવા દાદરા નગર હવેલી ના બ્રિજેશ ભૂસારા એ વાસ્તવિકતા સાથે અવગત કરાવ્યાં. બાંબુ ક્રાફ્ટ, ટ્રાઇબલ ફ્રુટ્સ , ટ્રાઇબલ મિલેટ્સ ની વધતી જતી માંગો સામે પ્રાકૃતિક ખેતીનું પ્રમાણ ખુબ ઓછું છે, જેની સામે ઓર્ગેનિક ચીજવસ્તુઓની માંગ ખુબ વધી રહી છે તે વિષય પર ચર્ચા કરી. સાથે ઈ-કોમર્સ બાબતે ટેકનોલોજી ના માધ્યમ થી આંતરરાષ્ટ્રીય સ્તરે સિંગાપોર થી રોલ મોડલ તરીકે શ્રીમતી પંગેલા સામંતે આજના સમયમાં ડિજિટલ માર્કેટિંગ થકી સૌથી વૈશ્વિક સ્તરે વિપુલ તકો ઉભી છે તેની પૂર્તિ અર્થે માર્ગદર્શન પૂરું પાડ્યું. રાષ્ટ્રીય સ્સ્તરે રોલમોડેલ તરીકે ધરતી આબા બિરસા મુંડા ના પ્રદેશ ઝારખંડ થી સુકુમાર સોરેન પૂરખાયી વ્યવસ્યથાઓનું વિશેષ સંવિધાનિક મહત્વ અને આદિવાસીઓના માલિકિત્વ ઉપર મર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આજનાં મિશ્રિતયુગમાં જે આપણી અસલ મૂળ સંસ્કૃતિ છે તે ક્યાંક ને ક્યાંક તો લુપ્ત થઈ રહી છે, કયાં અન્ય સંસ્કૃતિ સાથે મિશ્રિત થઈ રહી છે, જેથી અસલ સંસ્કૃતિના મૂળ નું જતન આપણે પોતાની નૈતિક ફરજ સમજી જ્વાબદાર આદિવાસી તરીકે આગલી પેઢી માં સોંપી રહ્યા છે તેવા પ્રાકૃત દ્રશ્યો પ્રકૃતિ ના સાનિધ્ય માં છલકાય આવ્યાં હતા.પાટી ગામના સ્થાનિક યુવાન પ્રદીપ ઘોડિયાએ સમગ્ર સંચાલન કર્યું હતું તેમજ આ તક નો લાભ લેવા કેટલાક ઉત્સુક આદિવાસીઓ ( દીપક ગાંવિત, પૂજા પટેલ , મુકુંદ માહલા , નિર્મલ ભોંયે, સહદેવ વસાવા,ધવલ પટેલ, ભાવિન ચૌધરી તથા ત્યાં ઉપસ્થિત તમામ માં સૌથી નાની વય ના વિપુલ ગાંવિત) છેવાડા ના અંતરાળ ગામો માંથી જુસ્સા સાથે આવી પહોંચ્યા હતા સવાર થી સાંજ સુધીના આ સફરમાં જંગલના પહાડોમાં ટ્રેકિંગ થી શરુ થઈ વાસ્તવિક આદિવાસી દેવી દેવતા ના પુજન તેમજ કણી કંસરી ના ગ્રહણ સાથે વિચારો ની આપ-લે તેમજ આદીવાસી ગીત અને તારપાના વાદ્ય તાલ પર નૃત્ય કરી આનંદ મય સમાપન થયું હતું.




