૨૭મીએ અડાજણ ખાતે એસ.સી. અને એસ.ટી. સમાજના ઉમેદવારો માટે ધંધા રોજગારલક્ષી યોજનાઓના જાગૃતિ માટે સેમિનાર યોજાશે
સમાજના યુવક-યુવતિઓએ લાભ લેવા અનુરોધઃ
રાજય સરકાર દ્વારા અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના યુવાન-યુવતીઓ, સખી મંડળીઓને આર્થિક રીતે સ્વાયત્ત બનાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમાજના લોકો પણ નાના નાના ધંધા રોજગારથકી આર્થિક લાભ મેળવે તેવા આશયથી ભારત સરકારના એસ. સી/એસ. ટી. હબ અને રાજય સરકારના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુરત તથા બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી એક સેમિનારનું આયોજન તા.૨૭/૧૦/૨૦૨૩ના રોજ સવારે ૧૦.૦૦ વાગે અડાજણની સ્નેહ સંકુલ વાડી, આનંદ મહલ રોડ ખાતે કરવામાં આવ્યું છે. જેથી બહોળી સંખ્યામાં સમાજના યુવાન-યુવતિઓએ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.






