મહુવા તાલુકાના કુદરતના ખોળામાં વસેલ બામણીયાભુત ખાતે દ્વિતીય પ્રાકૃતિક સંવાદ યોજાયો.
અદ્ભુત સૌંદર્ય સાથે કુદરતના ખોળામાં અને પ્રાકૃતિક સંશાધનો ની વચ્ચે આવેલ આદિકાળથી આદિવાસીઓના આસ્થાના દેવથાનક બામણીયા ભૂત ખાતે આદિવાસી સમાજ ખૂબ આસ્થા અને શ્રદ્ધાથી પુજા કરતા આવ્યા છે એવા ઐતિહાસીક રમણીય સ્થળ બામણીયા ભુત ખાતે ચેન્જમેકરો નું અનોખી પહેલ એવા દ્રિતીય પ્રાકૃતિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી,તાપી, ડાંગ, સેલવાસ અને સુરત જિલ્લાના ચેન્જ મેકર્સોએ ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆતમાં કબિલાય રીતિ કે જેમાં પેઢી દર પેઢી દ્વારા ચલાવવામાં આવતી અનોખી પરંપરાઓ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં આદિવાસી સમાજ આજે પોતાની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી અને પશુપાલન બાબતે જે મુખ્ય વ્યસાય છે. જેમાં ૭૦% ગામડાં જોડાયેલા છે, હાલમાં આધુનિક ખેતી સાથે પ્રાકૃતખેતી વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી હાલની સ્થિતિમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આત્મહત્યા વધી રહી છે જેમાં બાળકો અને યુવાનોનું પ્રમાણ પણ વધી રહ્યું છે
હાલની પરિસ્થિતિમાં પ્રાથમિક શાળામાંથી માધ્યમિક શાળા જતા વિધાર્થીઓની સ્થિતિ બાબતે વિધાર્થીઓને કાઉન્સીલિંગ માટે રચનાત્મક કાર્ય થકી પગલા લેવા , ગ્રામ્યકક્ષાએ ગૃહઉધોગ સ્થાપિત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં યુવાઓ રહેલ બેરોજગારી થી રોજગારીનો વાળવા માટે જે વ્યસનના તરફ દોરાય રહેલા યુવાઓને યોગ્ય દિશા તરફ વાળી સમાજનાં યુવાઓની શક્તિનો સમાજ હિત માટે ઉપયોગ કરવા તેમજ Human Trafficking અને Taboo-Child જેવી સમાજમાં પ્રવર્તતી ગંભીર સમસ્યા ઉપર આદિવાસી સમાજ કઈ રીતે અંકુશ લાવી શકે તે માટે સમસ્યાના સમાધાનની રચનાત્મક પહેલ યુવાધન દ્રારા હાથ ધરવામાં આવ્યા જે અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી તે અંગે આગામી કાર્યક્રમો કરવા અગેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દ્વિતીય પ્રાકૃતિક સંવાદમાં ઉપસ્થિત ચેન્જમેકરો નરેનભાઇ ચૌધરી, દિપીકાબેન ચૌધરી, ભાવિન ચૌધરી, દિવ્યા પટેલ, કેયુર કોંકણી, ઘર્મેશ ચૌધરી,વિજય વસાવા કેયુર મહેતા, પ્રદીપ ધોડિયા સહિત સમાજના જાગૃત યુવાઓએ ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.






