સ્વચ્છતા એ જ સેવા’- સુરત જિલ્લો
બારડોલી તાલુકા ખાતે ગાર્ડન, મંદિર પરિસર અને રહેણાંક વિસ્તારોની સફાઇ કરાઇ
પ્લાસ્ટિક અને અન્ય કચરા સહિત ૪.૭ મેટ્રિક ટન સૂકો કચરો એકત્ર કર્યો
‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન હેઠળ ૨ માસ સુધી ચાલનારી સફાઇ ઝુંબેશ રાજ્યભરમાં વેગવંતી બની છે ત્યારે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોજબરોજ વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન આગળ વધી રહ્યું છે. આજ રોજ બારડોલી તાલુકામાં કાલિકા માતા મંદિર પરિસર, સુરતી ગાર્ડન અને રહેણાંક વિસ્તારોની સફાઇ કરવામાં આવી હતી. જેમાં પ્લાસ્ટિક અને અન્ય કચરા સહિત ૪.૭ મેટ્રિક ટન સૂકો કચરો એકત્ર કર્યો અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો હતો.
અત્રે નોંધનીય છે કે ૧ ઓક્ટોબરથી શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનમાં લોકભાગીદારી વધારવા અને સફાઈ કામગીરીને તેજ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું છે. ત્યારે સમગ્ર સુરતમાં વિવિધ સ્તરે સફાઇ અભિયાન દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.






