Traffic Tail

સ્વચ્છતા હી સેવા” અભિયાનને સફળ બનાવવા સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં લાઇઝન અધિકારી અને નોડલ અધિકારીશ્રીઓની નિમણૂક કરાઈ

SHARE:

સ્વચ્છતા હી સેવા” અભિયાનને સફળ બનાવવા સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં લાઇઝન અધિકારી અને નોડલ અધિકારીશ્રીઓની નિમણૂક કરાઈ

આગામી ૨ મહિના સુધી જિલ્લાના વિવિધ સ્થળો ખાતે સ્વચ્છતા અંતર્ગત
વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે

ભારત સરકાર દ્વારા ૨જી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટે જન આંદોલનની ઉજવણી કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન હેઠળ ૧૫મી સપ્ટેમ્બરથી ૧૬મી ડિસેમ્બર, ૨૦૨૩ સુધી એટલે કે, બે માસ સુધી લંબાવવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના પર્ટયન સ્થળો, ઐતિહાસિક સ્મારકો, નદી કિનારા, નદી કિનારા, ઘાટ તેમજ નાળા સ્થળોએ સ્વચ્છતા પ્રવૃત્તિઓ થકી દેખીતી રીતે સ્વચ્છતા અભિયાન વેગવંતુ બનાવવામાં આવશે.
જે ધ્યાને લઈ આ અભિયાનને વધુ સફળ બનાવવા સુરત જિલ્લાના તમામ તાલુકામાં લાઇઝન અધિકારી અને નોડલ અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે .જે અંતર્ગત ચોર્યાસી તાલુકામાં લાયઝન અધિકારી તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસુલ) તથા તાલુકા વિકાસ અધિકારીને નોડલ અધિકારી, કામરેજ તાલુકામાં પ્રાંત અધિકારીને લાયઝન અધિકારી તથા TDOને નોડલ અધિકારી, મહુવામાં લાયઝન અધિકારી તરીકે પ્રાંત અધિકારી બારડોલી તથા નોડલ અધિકારી તરીકે TDOની નિમણુંક કરવામાં આવી છે. તેવી જ રીતે માંડવીમાં આયોજન સહ તા.વિકા.અધિકારીને લાયઝન અધિકારી તથા માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને નોડલ અધિકારી તેમજ માંગરોળ પ્રાંત અધિકારીને લાયઝન અધિકારી તથા TDOને નોડલ અધિકારી નિમણુંક કરવામાં આવી છે. ઓલપાડ પ્રાંત અધિકારીને લાયઝન તથા TDOને ઓલપાડ નોડલ તરીકે ઉમરપાડા તાલુકામાં જિલ્લા આયોજન અધિકારીને લાયઝન તથા TDOને ઉમરપાડા નોડલ તેમજ બારડોલી તાલુકામાં જિલ્લા રજીસ્ટ્રાર(સહકારી મંડળી)ને લાયઝન તથા TDO બારડોલીને નોડલ તરીકે જયારે પલસાણા તાલુકામાં જિલ્લા ખેતીવાડી અધિકારીને લાયઝન અધિકારી તથા TDOને નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!