સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’: 31 જુલાઈ અને 1 ઓગસ્ટે તમામ શાળાઓ-કોલેજોમાં રજા જાહેર!

SHARE:

સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’: 31 જુલાઈ અને 1 ઓગસ્ટે તમામ શાળાઓ-કોલેજોમાં રજા જાહેર!

 

સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તા.૩૧ જુલાઈ અને તા.૧ ઓગસ્ટના રોજ રજા જાહેર
————
સુરત જિલ્લા કલેકટર તેજસ પરમારે જાહેરનામું બહાર પ્રસિધ્ધ કર્યું
——–
સુરત:શુક્રવારઃ- ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.૩૧/૦૭/૨૦૨૬ અને તા.૦૧/૦૮/૨૦૨૬ દરમિયાન સુરત જિલ્લામાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને દર્શાવતા ‘રેડ એલર્ટ’* જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આ આગાહીને ધ્યાને લઈ જિલ્લામાં વાવાઝોડા અને ભારે વરસાદના કારણે કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન ઘટે તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે હેતુથી સુરત જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તેજસ પરમારે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા અનુસાર સુરત જિલ્લાના તમામ શહેરી તેમજ ગ્રામીણ (તાલુકા) વિસ્તારોમાં આવેલી આંગણવાડીઓ, સરકારી તથા ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ITI, કોલેજો, ખાનગી ટ્યુશન/કોચિંગ ક્લાસીસ અને અન્ય તમામ ખાનગી તથા જાહેર શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય તા. ૩૧/૦૭/૨૦૨૬ અને તા.૦૧/૦૮/૨૦૨૬ પૂર્ણપણે બંધ રાખવાનો હુકમ કર્યો છે. આ હુકમ સમગ્ર સુરત જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર સહિતને લાગુ પડશે.
જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ કાનૂની કાર્યવાહી અને શિક્ષા કરવામાં આવશે.

દમદાર ટાઇટલ અને seo ટેગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!