તરસાડી ગામે 16 વર્ષીય સગીરાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી
સુરત જિલ્લાના મહુવા તાલુકાના તરસાડી ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 16 વર્ષની સગીરાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, તરસાડી ગામના 30 ગાળા ફળીયામાં રહેતા રમેશભાઈ હળપતિની 16 વર્ષ અને 9 માસની પુત્રી દિવ્યાબેન એ તારીખ-3/03/26ના રોજ વહેલી સવારે 4:30 વાગ્યા પહેલાં કોઈ અગમ્ય કારણોસર આત્મઘાતી પગલું ભર્યું હતું.દિવ્યાએ પોતાના ઘરની છતમાં આવેલી લોખંડની એંગલ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ લેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.
મૃતકના પિતા રમેશભાઈ કાળુભાઈ હળપતિએ આ અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




