સાંબા ગામના 25 વર્ષીય યુવકનું અજાણ્યા વાહન અડફેટે ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત.

SHARE:

સાંબા ગામના 25 વર્ષીય યુવકનું અજાણ્યા વાહન અડફેટે ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત.

અજાણ્યા વાહન ચાલકની અડફેટે બાઈક સવાર યુવકનું કરુણ મોત

મહુવા: સુરત જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનની હદમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ભોરિયાથી વલવાડા જતાં રોડ પર ગીંગોણવલ્લી ફળિયા પાસે એક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલ સવાર યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી હીરો સ્પ્લેન્ડર (GJ-19-C-1815) ના ચાલકને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક કિરણભાઈ રમેશભાઈ નગીનભાઈ પટેલ (ઉંમર ૨૫ વર્ષ), રહે. સાંબાગામ, વાણિયા ફળિયું, તા. મહુવા, જિ. સુરતને શરીરના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલાં જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.ઘટના અંગે મહુવા પોલીસ જાણ કરાતા પોલીસે મૃતક યુવકના પિતા રમેશભાઈ નગીનભાઈ પટેલે મહુવા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ આધારે અકસ્માત સર્જી ભાગી છુટેલ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૦૬(૧) તથા એમ.વી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.મહુવા પોલીસ સ્ટેશનના PSI ડી.ઝેડ. રાઠવા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે અને નાસી છૂટેલા વાહન ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!