Traffic Tail

અંબિકા તાલુકાના અનાવલ ગામે પાંચ કાકડા ફળિયામાં ખૂંખાર દીપડો પાંજરામાં પુરાયો.

SHARE:

અંબિકા તાલુકાના અનાવલ ગામે પાંચ કાકડા ફળિયામાં ખૂંખાર દીપડો પાંજરામાં પુરાયો.

સૂત્ર દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સુરત જિલ્લાના અંબિકા તાલુકાના સુનિલભાઈ કાંન્તુભાઈ પટેલ જેઓના ઘરના કોઢમાંથી ગાયનું બચ્ચું વાસરડો બાંધેલા ખુટા સાથે ગાયનાબચ્ચાને ખેતરમાં લઈને દિપડો ભાગી ગયો હતો. તે સમયે બાજુમાં રહેતા સરપંચ શ્રી ને ફોન કરતા તરત જ સરપંચ શ્રી ના પતિ આવી પહોંચ્યા હતા. તેમજ ગામ લોકો પણ આવી પહોંચ્યા હતા અને ફોરવીલ નો પ્રકાશ પાડી વાસરડા ને દીપડાના પંજામાંથી જીવતી હાલતમાં બચાવી લીધેલ હતું.
બીજા દિવસે રેજ ફોરેસ્ટર શ્રી ગણેશભાઈ વન વિભાગ ખાતાને સરપંચ શ્રી દ્વારા જાણ કરી તરત દીપડાનું પીંજરું મુકાવ્યું હતું.
તેના પછી બે દિવસ પછી રાત્રિના સમયે અંદાજિત 11:30 વાગે દીપડો પાંજરામાં પુરાતા વાયુ વેગે વાત પસરતા ગામના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં દીપડાને જોવા માટે આવ્યા હતા. . અને ગામના સરપંચ શ્રી તેમંજુલાબેન જીતેન્દ્રભાઈ પટેલ તરત જ રેન્જ ફોરેસ્ટ ખાતાને દિપડો પાંજરે પુરાતા જાણકારી આપી હતી. રેન્જ ફોરેસ્ટર કલાકોના સમયમાં તરત જ આવી દીપડાને લઈ ગયા હતા. આજુબાજુમાં રહેતા ગ્રામ જનૉએ રાહતનો દમ લીધો હતો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!