Traffic Tail

“કાછલ ગામે વીજલાઇનમાં ફોલ્ટ થતા ખેડૂતની ૬ વીઘા શેરડીનો ઊભો પાક બળીને ખાક લાખોનું નુકશાન”

SHARE:

“કાછલ ગામે વીજલાઇનમાં ફોલ્ટ થતા ખેડૂતની ૬ વીઘા શેરડીનો ઊભો પાક બળીને ખાક લાખોનું નુકશાન”

ગતરોજ કાછલ ગામે નિશાળ ફળિયાના ખેડૂત ચંદ્રસિંગભાઈ અને નારસિંગભાઇ ના ખેતરમાંથી ધડાકા નો અવાજ આવ્યો હતો અને ખેતરમાં આગ ફાટી નીકળી હતી જેના કારણે ખેડૂતોની ૬ વિઘાના ખેતરમાં બનાવેલ શેરડીનો ઊભો પાક બળીને ખાક થઈ થયો હતો.
કાછલ ગામના આ બંને ખેડૂતોના ખેતરમાંથી ખેતીવાડીના કનેક્શન માટેની ઝૂલતા વીજતાર સાથેની થ્રી-ફેઝ લાઇન પસાર થાય છે બપોરના ૧.૩૦ કલાકના અરસામાં એમના ખેતરમાંથી વીજલાઇન પાસે ધડાકાનો અવાજ આવ્યો જેથી કરીને ગ્રામજનો એમના ખેતર તરફ દોડ્યા તો ત્યાં એમના ખેતરમાં આગ લાગી ચૂકી હતી જેના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો બપોર નો સમય હતો એટલે આગ એટલી વિકરાળ હતી કે એને કાબૂ કરવી મુશ્કેલ બની હતી અને જોતા જોતામાં ખેડૂતોના શેરડીના ૬ વિઘામાં ઊભો પાક બળીને ખાક થઈ ગયો હતો અને ખેડૂતોના માથે આફતનું આભ તુટી પડ્યું હતું આગ લાગવાથી ખેડૂતોને અંદાજીત ૬ લાખનું આર્થિક નુકશાન થવા પામેલ છે. હાલમાં સુગર ફેકટરીની પિલાણ સિઝન પણ શરૂ નથી થઈ અને સુગર ફેકટરી પણ બંધ છે અને અંદાજીત ૧૫ દિવસ બાદ સુગર ફેકટરી શરૂ થનાર હોય ખેડૂતનો આ શેરડીનો પાક સંપૂર્ણ બિન ઉપયોગી બની ચૂક્યો છે જેથી ધિરાણ લઈને ખેતી કરનારા આ ખેડૂતો આર્થિક રીતે દેવાદાર બની ગયા છે માટે ખેડૂતોના પાક નુકશાની માટે ખેડૂતોએ ડીજીવીસીએલ અને સરકારશ્રી પાસે નુકસાનીના વળતર માટે માંગણી કરી છે. જો સરકારશ્રી તાત્કાલિક સહાય ના કરે તો ખેડૂતોએ ધિરાણ લઈને ખેતી કરી છે જેમાંથી બહાર નીકળવું તેમના માટે મુશ્કેલ બની જશે એમ ખેડૂતોએ જણાવ્યું હતું.

” પોતાના આંખ સામે જ મહામેહનતથી જતન કરીને ઉછરેલો પાક બળી જતાં જોઈને ખેડુતના પરિવારજનો ખેતરે જ ચોધાર આંસુએ રડ્યા”
ભવિષ્યના સારા સપનાઓ લઈને એક વર્ષથી સમયસર ખેડ ખાતર પાણીથી પોતાના જીવની જેમ શેરડીના પાકને ઉછેર્યો હતો અને જ્યારે પાક લણવાનો સમય આવ્યો ત્યારે આંખ સામે જ પાક બળીને ખાક થતો જોતા ખેડૂત પરીવાર ખેતરે જ ચૌધાર આંસુએ રડી પડ્યો હતો જેને ગ્રામજનોએ સાંત્વના આપી શાંત પાડ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!