Traffic Tail

ગોપળા ગામે અનંત પટેલ ની આક્રોશ સભા..

SHARE:

ગોપળા ગામે અનંત પટેલ ની આક્રોશ સભા..

મહુવા તાલુકાના ગોપળા ગામે દિવાળી ના દિવસે બનેલ મારા મારીની ઘટના બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ પરિવાર ની વ્હારે આવ્યા છે માલધારી સમાજ અને આદિવાસી સમાજના લોકો વચ્ચે મારામારી ની ઘટના તેમજ આદિવાસી સમાજ પર માલધારી સમાજના કેટલાક લોકો દ્વારા જીવલેણ હુમલાની ઘટના બાદ મામલો પોલીસ મથકે પહોંચતા ફરિયાદ નોંધાઈ અને પોલીસે તરત જ કેટલા આરોપીઓને ઝડપી લીધા હતા તો કેટલાક હજુ પોલીસ પક્કડથી બહાર જેથી આદિવાસી સમાજ ના લોકો પર થયેલા હુમલા બાબતે વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલ ગોપડા ગામે પીડિત પરિવાર ની મુલાકાતે આવ્યા હતા અને આક્રોશ સભા યોજી હતી.મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી સમાજના લોકો વચ્ચે અનંત પટેલે મહુવા પોલીસ ને સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે અને આરોપીને નહિ પકડવામાં આવે તો મહુવા પોલીસ સ્ટેશન નો ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!