વસરાઈ ગામ ખાતે નેશનલ ટ્રેડફેર ના આયોજન માટે અંબિકા તાલુકા નાં સરપંચો ની સંકલન મિટીંગ યોજાઈ.
સુરત : ગૂરૂવાર:અંબિકા તાલુકાના વસરાઈ ગામ ખાતે દિશા ધોડિયા સમાજ સાંસ્કૃતિક ભવન નિર્માણ ની જગ્યાએ નવેમ્બરમાં એક થી ચાર તારીખ માં યોજાનાર નેશનલ ટ્રાઈબલ ટ્રેડફેર માં દેશભર થી એક હજાર થી વધુ ડેલીગેટ્સ વીસ થી રાજ્યો માંથી આવશે બાર રાજ્યોની સાંસ્કૃતિક ટીમો ભાગ લેશે આમાં કૃષિ પશુપાલન -સજીવખેતી – લધુ ઉદ્યોગો – હસ્તકલા – બામ્બુઆર્ટ – વારલીઆર્ટ – ટ્રેડીશનલ હસ્ત કલા – લોકક્લા -ટ્રેડીશનલ ખાનાં ખજાનાનાં ૩૮૦ થી વધુ સ્ટોલ આવશે . દેશભરમાંથી લોક ક્લાકારો ટ્રાઈબલ સાહિત્ય સંસ્કૃતિ અને પરંપરા ને ઉજાગર કરવા આવશે. જેનું સંકલન અને જવાબદારી લઈ મહુવા અને અંબિકા તાલુકાનાં તમામ સરપંચશ્રીઓ સહકારી રાજકીય આગેવાનો હિતેશભાઈ, શ્રીમતી શીલાબેન રાકેશભાઈ શ્રી તુષારભાઈ શ્રી અનિલભાઈ શ્રી કેયુરભાઈ શ્રી કિશોરભાઈ શ્રી પિયુષ ભાઈ શ્રીમતી રીંકલબેન શ્રીમતી રેખાબેન શ્રીમતી સોનલ બેન વગેરે સરપંચ પ્રતિનિધિઓ વ્યવસ્થા ના ભાગરૂપ ઘર આંગણે થઈ રહેલી મેગા ઈવેન્ટ ની તમામ મુખ્ય જવાબદારીઓ ઉપાડી કાર્યક્રમ ને સફળ બનાવવા નો સંકલ્પ કર્યો હતો.




