અનાવલ શ્રીજી જ્વેલર્સમાં તસ્કરો ત્રાટક્યા: ચોરીની ઘટના સીસીટીવી માં કેદ.

SHARE:

અનાવલ શ્રીજી જ્વેલર્સમાં તસ્કરો ત્રાટક્યા: ચોરીની ઘટના સીસીટીવી માં કેદ

૨૩ જેટલા તાળાઓ કટર થી કાપી મળસ્કે જવેલર્સ ની દુકાનમાં ઘૂસ્યા હતા તસ્કરો

 

અનાવલ : અંબિકા તાલુકાના અનાવલ ગામે મુખ્ય બજારમાં આવેલ શ્રીજી જ્વેલર્સ માં તસ્કરો ત્રાટકીને ૨૩ જેટલા તાળાઓ કટર થી કાપી ને કિંમતી દાગીનાઓ ચોરી જવાનો બનાવ બન્યો હતો .સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંબિકા તાલુકાના અનાવલ ખાતે આવેલ શ્રીજી જ્વેલર્સ નામની દુકાનને મળસ્કે ત્રણ વાગ્યાના સુમારે તસ્કરો એ નિશાન બનાવી હતી.કટર વડે ૨૩ જેટલા તાળાઓ તસ્કરોએ કાપી નાખ્યા હતા.અંદર કાચ તોડી પ્રવેશીને કિંમતી સોના ચાંદીના દાગીનાની ઊઠાંતરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા.જો કે ચોરીની ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ છે.
આ બનાવ અંગે દુકાન માલિક દ્વારા મહુવા પોલીસને જાણ કરતા મહુવા પોલીસે ઘટના સ્થળે આવી કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.જો કે હજી માલિક દ્વાર દાગીનાની તપાસ ચાલુ હોય ચોરીનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી.
…………….

તાળાં તોડવામાં સમય જતા ,ઘણો કિંમતી સમાન બચ્યો.

તસ્કરો દ્વારા કટર થી એક પછી એક તાળા તોડવામાં આવ્યા હતા જો કે ૨૩ જેટલા તાળાઓ તોડવામાં અંદાજિત એક કલાક જેટલો સમય લાગતા તસ્કરો થી મુખ્ય લોકર બાકી રહ્યું તો અન્ય કેટલાક સોના ચાંદીના દાગીનાં જે રોકડ રકમ તસ્કરો ની સવાર થવાની ઉતાવળને પગલે બચી ગયા હતા.
……………
જીઆરડી અને પોલીસ પેટ્રોલિંગ સામે સ્થાનિકોમાં ઉઠ્યા સવાલો
રાત્રિના સમયે અનાવલ બજાર માં અલગ અલગ જગ્યાએ પોઇન્ટ બનાવી જીઆરડી ,હોમ્રગાર્ડ સુરક્ષા માટે ગોઠવવામાં આવ્યા છે છતાં પણ થયેલ બિન્દાસ્તપણે પોલીસની હાક અને ધાક સામે પડકાર ફેંકી થયેલ ચોરીથી સ્થાનિક જાગૃતો સુરક્ષા સામે સવાલો ઉભા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!