Traffic Tail

ટ્રાન્સમિશન લાઈન અંગે ખેડૂત સમાજ ગુજરાત નેજા હેઠળ મહુવાના મિયાપુર ખાતે ખેડૂત ની મિટિંગ યોજાઈ.

SHARE:

ટ્રાન્સમિશન લાઈન અંગે ખેડૂત સમાજ ગુજરાત નેજા હેઠળ મહુવાના મિયાપુર ખાતે ખેડૂત ની મિટિંગ યોજાઈ.

 

મહુવા તાલુકાના ખેડૂતો હાલ ઉગ્ર આંદોલન ના મૂડમાં જોવા મળી રહ્યા છે ત્યારે જય જવાન જય કિસાન નારા સાથે મહુવા તાલુકાના ગામોમાથી ટ્રાન્સમિશન લાઈન પસાર થનાર હોય જેથી જે ગામોમાંથી ટ્રાન્સમિશન લાઈન પસાર થનાર છે તે ગામના ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે ખેડૂત સમાજ ગુજરાતના નેજા હેઠળ તા. 30/08/2025, શનિવારનાં રોજ બાપા સીતારામ મઢુલી મિયાપુર ખાતે મીટીંગ યોજાઈ હતી.આ મીટીંગમા ખેડૂત સમાજ ગુજરાત ના પ્રમુખ જયેશભાઈ પટેલ (પાલ) એ જણાવ્યું હતું કે બંધારણ ની જોગવાઈ છે પેસા એક્ટ લાગુ પડે છે પાવરગ્રીડ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ટ્રાન્સમીશન લાઈનો નાખી ના શકે તેમજ શિડ્યુલ એરિયાનું પણ ઉલ્લંઘન થાય છે.કલેક્ટર શ્રી ના કોઈપણ પ્રકારનો હુકમ ના હોવા છતાં અને ખેડૂતોનો વિરોધ હોવા છતાં ટ્રાન્સમીશન લાઇન નાખી તે ખોટું છે.સહકારી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા જણાવવામાં આવ્યું કે સરકાર દ્વારા જુદા જુદા પ્રોજેકટ માટે વારંવાર જે રીતે ખેડૂતોની ફળદ્રુપ જમીન સંપાદન કરવામાં આવી રહી છે તે જોતા આવનારા દિવસોમાં સહકારી મંડળી ઓ ને ચલાવવા માટે પૂરતો કાચો માલ પણ મળી રહેવાનો નથી એવી પરિસ્થિતિ નું નિર્માણ થવાની શકયતા રહેલી છે.જો સરકાર દ્વારા ખેડૂતોના હિત માં યોગ્ય નિર્ણય લેવામાં નહીં તો પછી આવનારા દિવસોમાં આ લડાઈને રોડ ઉપર લઈ જવામાં આવશે અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે બીજા ખેડુતો એ પણ ખેડૂતો ની અસ્મિતા અને અસ્તિત્વ બચાવવા માટે આ લડાઈમાં જોડાવવું જોઈએ.દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ એ જણાવ્યું કે સ્ટરલાઈટ પાવર કે પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા મહુવા વિસ્તારમાં આવે તો ગ્રામજનોએ ગામમાં પ્રવેશ કરવા દેવાનું નથી.સુરત જિલ્લા ખેડૂત સમાજના પરિમલભાઇ પટેલે જણાવ્યું કે એક સમય હતો જ્યારે વીજ ટ્રાન્સમીશન લાઈનના અધિકારીઓ આપણને માહિતી પણ આપતા ના હતા અને આજે જ્યારે આપણી સંગઠન શક્તિ થકી ખેડૂતો ની વાતો માનવી પડે છે ત્યારે સંગઠન વધુ મજબૂત બને એ દિશામાં કામ કરવાની જરૂર છે.આ મિટિંગમાં વિપુલભાઈ, પરિમલ પટેલ,પ્રકાશભાઈ મહેતા,દિનેશભાઇ પટેલ,ગુંજનભાઈ પટેલ સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકો હાજર રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!