મહુવાના કવીઠા ગામે 63 વર્ષીય વૃદ્ધાનું સર્પ ડંખથી મોત.
મહુવા તાલુકાના કવીઠા ગામે રહેતી 63 વર્ષીય વૃદ્ધાને ઘરમાં સાપ કરડતા 15 દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ગત 14 તારીખના રોજ મહુવા તાલુકાના કવીઠા ગામે આહીર ફળિયામાં રહેતી 63 વર્ષીય સુખી શુકકર આહીરને તેઓના ઘરમાં આવેલ મંદિરના ભાગે કામ કરતા સમયે નીકળેલા સાપે પગના પંજાના ભાગે ડંખ માર્યો હતો. વૃદ્ધાને પ્રાથમિક સારવાર અર્થે મહુવાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાય હતી. જ્યાંથી વધુ સારવાર અર્થે નવસારી ખાતે આવેલ ખારેલ ગ્રામ સેવા ટ્રસ્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 15 દિવસની સારવાર બાદ મહિલાનું મોત નીપજ્યું હતું. ઘટનાં બાબતે મહુવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






