Traffic Tail

મહુવાનુ પહેલ ફાઉન્ડેશનના યુવાનો દ્વારા નિઝર તાલુકાની અંતરિયાળ શાળાને સ્પિકર ભેટમાં આપ્યુ

SHARE:

મહુવાનુ પહેલ ફાઉન્ડેશનના યુવાનો દ્વારા નિઝર તાલુકાની અંતરિયાળ શાળાને સ્પિકર ભેટમાં આપ્યુ

તાપી જીલ્લામાં આવેલ નિઝર તાલુકાની ઉત્તર બુનિયાદી વિધાલય ભીલજાંબોલીમાં પહેલ ફાઉન્ડેશ,મહુવાના સભ્યો સંજયભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ,રાજ દેસાઈ, પાર્થિવ નાયક,માનવ નાયક દ્વારા એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતુ.
આ શાળા અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોય ત્યાં ભૌતિક સુવિધાથી વંચિત હોવાની જાણ પહેલ ફાઉન્ડેશનના સભ્યોને થતા શાળાને વાયરલેસ સ્પીકરનું સહયોગ આપી સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.છેલ્લા કેટલાય સમયથી મહુવાનું પહેલ ફાઉન્ડેશન સામાજિક અને શૈક્ષણિક જરૂરિયાતમંદો ને મદદ પૂરી પાડી સેવાનું કાર્ય કરે છે.આ પહેલ ફાઉન્ડેશનના યુવાનોની કામગીરી શાળા પરિવાર અને બાળકોએ બિરદાવી અભિનંદન આપ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!