Traffic Tail

સુરત જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને સલામતીના ભાગરૂપે ગણેશોત્સવ પર્વ નિમિત્તે અગમચેતીના પગલા લેવા અનુરોધ

SHARE:

સુરત જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને સલામતીના ભાગરૂપે ગણેશોત્સવ પર્વ નિમિત્તે અગમચેતીના પગલા લેવા અનુરોધ
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. સમગ્ર રાજય સહિત સુરત જિલ્લામાં હાલ ભારે વરસાદની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. આ દિવસો દરમિયાન રાજયમાં ગણેશોત્સવ પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ગણેશ વિસર્જન માટે નદી-નાળા, તળાવ, દરિયા કિનારા જેવી જગ્યાએ ભેગા થતાં હોય છે. ભુતકાળમાં અનિચ્છનીય ઘટનાઓ ધટી છે ત્યારે આવા પ્રસંગે કોઈ પણ દુર્ધટના ટાળવા માટે સુરત આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા જરુરી સુચનાઓ આપવામાં આવી છે.
જેમાં ગણેશ વિસર્જન માટે અગાઉથી નક્કી કરેલી જગ્યા સિવાયની કોઈ પણ જગ્યાએ વિસર્જન ન થાય તથા લોકોની સલામતી માટે અગમચેતીના પગલાં રૂપે જરૂરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા, વિસર્જનના સ્થળોએ જરૂરી સાધન-સામગ્રી સાથે તરવૈયાઓની ટીમ સ્થળ પર હાજર રાખવા, આરોગ્ય તથા અન્ય સંબંધિત વિભાગોની ટીમ જરૂરી સાધન-સામગ્રી સાથે સ્થળ પર સજજ રહેવા તેમજ જરૂરી આયોજન કરીને તકેદારીના પગલાઓ લેવા સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા સંબધિત અધિકારીઓને જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!