Traffic Tail

મહુવામાં પ્રાથમિક શાળામાં બદલી કેમ્પમાં કૌભાંડ માટે જવાબદાર કોણ ,મુખ્ય શિક્ષક કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ?

SHARE:

ટોપી : ચોરી પર સીના ચોરી : ગત વર્ષે કેમ્પમાં ઘટ નહીં બતાવી અને આ વર્ષે ખોટી વધ બતાવી !
મેઇન : મહુવામાં પ્રાથમિક શાળામાં બદલી કેમ્પમાં કૌભાંડ માટે જવાબદાર કોણ ,મુખ્ય શિક્ષક કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ?

પેટા : વધ ઘટ કેમ્પમાં ખોટી માહિતી આપનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનું પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા કહેવાયું છે તો આ કિસ્સામાં કાર્યવાહી ક્યારે ?

 

અનાવલ : મહુવા તાલુકામાં પ્રાથમિક શાળાના શિક્ષકોના વધ ઘટ બદલી કેમ્પમાં ખોટું મહેકમ બતાવી શિક્ષકની ખોટી વધ બતાવી શિક્ષણ વિભાગને ગેરમાર્ગે દોરવામાં કોની કોની સંડોવણી છે એ તપાસનો વિષય છે તો સાથે પ્રાથમિક શિક્ષણ નિયામકના આદેશ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી થશે કે એ જોવું રહ્યું !
જિલ્લા પ્રાથમિક નિયામક દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ વધઘટ બદલી કેમ્પમાં ચાલતી ગોબાચારી બાબતે સ્પષ્ટ આદેશ કર્યા હતા કે આ કેમ્પમાં ચાલતા છબરડા ચલાવી લેવામાં આવશે નહી અને આવા કિસ્સાઓ સર્જાય તો જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
આ પત્રમાં સ્પષ્ટ જણાવાયું હતું કે જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓની વિગતો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફતે ભરાવવાની હોય તાબાના તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પત્રકમાં ભરવાની થતી તમામ વિગતો અપડેટ રાખે તે અંગેની આપની કક્ષાએથી જરૂરી સૂચના આપવાની રહેશે.પત્રકો શાળા કક્ષાએ મોકલવાના રહેશે નહિ.તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તેમના કાર્યક્ષેત્રની તમામ શાળાઓના 31 જુલાઈ અંતિતની સ્થિતિએ 1 લી ઓગષ્ટે વર્ગ-રજીસ્ટર અને વયપત્રક રજીસ્ટરના તારીજવાળા છેલ્લા પેજની ઝેરોક્ષ કોપી મેળવી લેવાની રહેશે,કચેરીએથી વિગતો ચેક કરવા માટે જે પત્રકો મોકલવામાં આવે તેની સંખ્યા વર્ગ-રજીસ્ટર અને વયપત્રક રજીસ્ટર સાથે ચેક કરવાની રહેશે.જે પ્રાથમિક શાળાઓમાં શુન્ય બાળકો હોય તેવી શાળાઓ તાત્કાલિક અસરથી બંધ કરવા જણાવવામાં આવી છે.આમ છતાં તેમ કરવામાં નહિ આવે તો આ અંગે સબંધિત TPEO/DPEO/AO ની જવાબદારી નક્કી કરવામાં આવશે.જે શાળાઓમાં એક કે બે વધુ વિદ્યાર્થી હોવાના કારણે કે આભાસી સંખ્યાનું ચિત્ર દર્શાવી સંબંધિત શાળા દ્વારા વધારાના શિક્ષક મેળવવા કે મહેકમ જળવાય તેવી ઘટના ના બને તે ધ્યાને લઇ આવી શાળાઓની વિગતો જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જાતે જ ચકાસણી કરવાની રહેશે
હાલ વલવાડા પ્રાથમિક શાળામાં ખોટું મહેકમ બતાવી વધ બતાવવાના કૌભાંડમાં કોની જવાબદારી નક્કી કરી શિક્ષાત્મક કાર્યવાહી થશે એ જોવું રહ્યું !

કૌભાંડમાં જવાબદારી માટે ખો ખો ની રમત

મહુવા તાલુકાની વલવાડા પ્રાથમિક શાળામાં ખોટી રીતે વધ બતાવવામાં જવાબદાર મુખ્ય શિક્ષક તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જ એટલા જ જવાબદાર છે છતાં આ કૌંભાડ બહાર આવતા જ શિક્ષાત્મક કાર્યવાહી ના ડર થી જવાબદારીનો થપ્પો એક બીજાને આપી રહ્યા છે.

ખોટા મહેકમથી બદલી થઈ જશે તો ?
ગત વર્ષે ઘટ નહીં બતાવી આ વર્ષે વધ બતાવી એક પછી એક ખેલ વલવાડા પ્રાથમિક શાળામાં ચાલી રહ્યા છે.ગત વર્ષે કૌભાંડમાં શિક્ષકો વલવાડા પ્રાથમિક શાળાના જવાબદાર અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના પાપે ભોગ બન્યા જ તેનું જ આ વર્ષે પણ પુનરાવર્તન થશે કે કાર્યવાહી થશે એ જોવું રહ્યું !

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!