૩૦મીએ જીવનભારતી વિદ્યાલયમાં સ્પોર્ટ્સ જાગૃત્તિ સેમિનાર યોજાશે. તા.૩૦મીએ નાનપુરા સ્થિત જીવનભારતી વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું સન્માન કરાશે. તેમજ તમામ કાર્યક્રમોમાં ‘ફીટ ઇન્ડીયા’ પ્રતિજ્ઞા લેવામાં આવશે.
પો. કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોતે કહ્યું કે, નેશનલ સ્પોર્ટ્સ ડે-તા.૩૦ ઓગસ્ટે પોલીસ વિભાગ દ્વારા પણ વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જેમાં તા.૩૧મીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ-વાય જંકશન-પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી ‘સન્ડે ઓન સાયકલ’ થીમ સાથે મેગા સાયકલોથોન રેલી યોજાશે. સુરત પોલીસ દેશી રમતો જેવી કે કબડ્ડી, ખોખો, રસ્સા ખેંચની સ્પર્ધા સાથે બેડમિન્ટન, ટેનિસ જેવી સ્પોર્ટ્સની સ્પર્ધા પણ યોજશે.






