Traffic Tail

વલવાડા પુલનું કામ શરૂ કરાતાં જમીન માલિકો વિફરતા ફરી ગ્રહણ લાગ્યું.

SHARE:

વલવાડા પુલનું કામ શરૂ કરાતાં જમીન માલિકો વિફરતા ફરી ગ્રહણ લાગ્યું.


મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ઓલણ ખાડી ઉપર બનાવેલ નવનિર્મિત પુલ છેલ્લા કેટલા વર્ષોથી અધૂરો જોવા મળી રહ્યો હતો.જોકે પુલના બાંધકામનું કામ પૂર્ણ થતાં પુલ બનીને તૈયાર થઈ ગયેલ છે પરંતુ પુલના બન્ને છેડે આવેલ જમીન સંપાદન નહીં થતા કામ ખોરંભે ચઢી ગયું છે.ત્યારે હાલમાં જ પુલ તૂટવાની ઘટના સામે આવતા જ જર્જરિત પુલોને બંધ કરી દેવાની સુચનના પગલે વલવાડા ઓલણ નદીના જુના પુલને પણ બંધ કરવાની નોબત આવી ગઈ છે પરંતુ નવા પુલના બન્ને છેડે જમીન સંપાદન અને વળતર નો પ્રશ્ન હજુ સુધી કોઈ નિકાલ નહિ આવતા પુલના બન્ને છેડે ના કામો અટકી ગયા હતા જોકે પુલ તૂટવાની ઘટના બાદ નવા પુલના બન્ને છેડે પથ્થર મેટલ નાખવાનું શરૂ કરવામાં આવતા જ જમીન માલિકો એ ભારે હોબાળો મચાવી સ્થળ પર આવી કામ અટકાવી દીધું હતું.ત્યારબાદ બારડોલી પ્રાપ્ત અધિકારી જિજ્ઞા પરમાર,ડી.વાય.એસ.પી રાઠોડ,મહુવા પી.આઈ.પારઘી,મહુવા મામલતદાર,આર.એન.બી.વિભાગ સહિત ના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા.પરંતુ જમીન માલિકો કામ નહીં કરવા દેવાના નિર્ણય સાથે સ્થળ પર જ ઉભા રહી ગયા હતા અને જ્યાં સુધી અમને વળતર નહિ આપવામાં આવે ત્યાં સુધી અમારી જગ્યામાં કોઈપણ પ્રકારનું કામ નહીં કરવાનું જણાવી દીધું હતું જોકે અધિકારીઓ દ્વારા ભારે સજાવટ કરવા છતાં પણ જમીન માલિક ક્યાં તો લેખિતમાં બાંહેધરી આપો અને વળતર ચૂકવો જેવા મુદ્દાઓ પર અટલ રહ્યા હતા.અને આખરે મોટા હાઇવે જેસીબી મશીન ના કામો પણ બંધ કરવાની નોબત આવી હતી.અને વલવાડા ના નવ નિર્મિત પુલને ફરી ગ્રહણ લાગી જવા પામ્યું છે.હાલ તો જમીન માલિક ને વળતર નહિ ચૂકવામાં આવતા જમીન માલિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ જમીન માલિકોને છેલ્લા કેટલા વર્ષોથી વળતર ચૂકવ્યા વગર જ પુલનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા જમીન સંપાદન વગર જ પુલનું નિર્માણ કાર્ય કરી દેવામાં આવતા તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવે છે.હાલતો જમીન માલિકો જ્યાં સુધી વળતર નહીં ચુકવવામાં આવે ત્યારે સુધી ન્યાય માટે લડતના મૂડમાં જોવા મળી રહ્યા છે.

બોક્સ:-જમીન આપવામાં અમને વાંધો નથી પરંતુ અમને વળતર ચુકવવામાં નથી આવ્યું અમારી જાણ બહાર બધા કામો શરૂ કરી દેવામાં આવે છે અને અમારા જમીનમાં ખાડા ખોદીને નુકશાન પણ કરવામાં આવે છે વર્ષો ના વર્ષો વીતી ગયા અમને ન્યાય નથી મળ્યો એટલે જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી અમે લડી લઈશું.

જમીન માલિક:-ગણપણ ભાઈ નગીનભાઈ કેદારીયા. વલવાડા ભગત ફળિયું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!