Traffic Tail

જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ શહેર-જિલ્લાના તમામ બ્રિજોના ઇન્સ્પેકશનના આદેશના ભાગરૂપે અધિકારીઓની ટીમોએ વિવિધ બ્રિજોની ચકાસણી કરી

SHARE:

જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ શહેર-જિલ્લાના તમામ બ્રિજોના ઇન્સ્પેકશનના આદેશના ભાગરૂપે અધિકારીઓની ટીમોએ વિવિધ બ્રિજોની ચકાસણી કરી


સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ સુરત શહેર-જિલ્લામાં આવેલા બ્રિજોની સ્થાપના સમય તેમજ પુલોની વર્તમાન સ્થિતિ, ઈન્સપેકશન અને ક્ષમતા અંગેનો લેટેસ્ટ રિપોર્ટ આપવા સબંધિત અધિકારીઓને કરેલા આદેશ અંતર્ગત જિલ્લાના અધિકારીઓ બપોર બાદ તમામ બ્રિજોની સાઈટવિઝીટ કરી સઘન ચકાસણી કરી હતી. આ ઇન્સ્પેકશન ડ્રાઈવમાં પ્રાંત અધિકારીના નેજા હેઠળ જે તે તાલુકાના મામલતદાર, નાયબ કાર્યપાલક ઈજનેર, પોલીસ ઈન્સ્પેકટર સહિતના અધિકારીઓની ટીમ સાથે સંબંધિત તાલુકાના તમામ ઓવરબ્રિજો, નાળા અને ઓવરપાસ જેવા પુલોની તાત્કાલિક ચકાસણી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આજ રોજ માંડવી પ્રાંત અધિકારીએ માંડવીથી શેરૂલા જતા રસ્તાના બ્રિજ, ઓલપાડ મામલતદારની ટીમે માસમા ખાડી પરના નવા બ્રિજ તથા તેના ખાડી પરનો જુનો તથા નવા બ્રિજ, ટકારમા બ્રિજની મુલાકાત લીધી હતી. બારડોલીથી મીઢોળા નદી પરના બ્રિજ, અડાજણ મામલતદારની ટીમે ઈચ્છાપોર તથા ભાઠા બ્રિજો તેમજ કતારગામ મામલતદારે મકાઈપુલ તથા નેહરૂ બ્રિજ, નહેર વિભાગના અધિકારીઓએ નહેર વિભાગના બ્રિજોની મુલાકાત લઈને જરૂરી લેટેસ્ટ અહેવાલ જિલ્લા કલેકટરને સુપ્રત કરશે.
આ ઉપરાંત, નેશનલ હાઈવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત હસ્તકના દરેક પુલ તેમજ મેટ્રો, સુડાના પુલની વર્તમાન સ્થિતિની ચકાસણી કરી રિપોર્ટ જિલ્લા કલેકટરશ્રીને આપશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!