શું તમે જાણો છો ઓઈલ પામના વાવેતર માટે રૂા.૨૦,૦૦૦ થી લઈને રૂા.૪૦,૦૦૦ સુધીની સહાય મળે છે.
ઓઈલપામની વધતી જતી માંગને કારણે સ્થાનિક ખેડુતો ઓઇલપામની ખેતી કરી શકે છેઃ
પામ ઓઇલનો ઉપયોગ ખાદ્ય વાનગીથી લઈ કોસ્મેટીક ક્ષેત્રે વધી રહ્યો છે
રાજય સરકાર દ્વારા નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ યોજના અંતર્ગત ઓઇલ પામ વાવેતર, ઓઇલ પામ સાથે આંતરપાક, સાધન-મશીનરી માટે સહાય આપવામાં આવે છે.
સુરત જિલ્લામાં બાગાયત વિભાગ અને ગોદરેજ કંપની દ્વારા આ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. હાલની સ્થિતિએ ભારત અને અન્ય દેશોમાં ઓઇલપામના ફળમાંથી મળતા ખાધતેલ (પામ ઓઇલ) નો ઉપયોગ ખાદ્ય વાનગીથી લઈ કોસ્મેટીક ક્ષેત્રે વધી રહ્યો છે. જેને લઈ બજારમાં પામ ઓઇલની વધતી જતી માંગને કારણે વધુ ભારતીય હુંડિયામણનો ખર્ચ કરી વિદેશોમાંથી પામ ઓઇલ આયાત કરવું પડે છે. આથી, ભારત સરકાર દ્વારા પામ ઓઇલનું સ્થાનિક બજારમાં ઉત્પાદન વધે અને આયાત ઘટે તે હેતુથી હાલમાં સરકાર તેનો વિસ્તાર વધારવા માટે પ્રોત્સાહન આપી રહી છે. જેથી ખેડૂતોને ઓઇલ પામ પાકના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલ્સ માટે હેકટરદીઠ રૂ.૨૦,૦૦૦ સ્વદેશી અને રૂ.૨૯૦૦૦ હેકટરદીઠ આયાત કરેલા રોપાઓ માટે સહાય મળશે. પ્લાન્ટીંગ મટીરીયલ્સના રોપા ઓઇલપામ યોજના અંતર્ગત કાર્યરત કંપનીઓની નર્સરીઓ પુરા પાડશે. સરકાર દ્વારા જિલ્લામાં ગોદરેજ કંપનીને માન્યતા મળેલી છે તથા ૪ વર્ષ માટે ગેસ્ટેશન સમયગાળા દરમિયાન આંતરપાક તથા મેઇન્ટેનન્સ માટે રૂ.૪૨૦૦૦ હેકટર સહાય મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતોએ વધુ વિગતો માટે ગોદરેજ કંપનીના મો. ૯૪૨૬૨ ૮૫૯૧૭ અથવા નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ, સુરત. ફોન નં : ૦૨૬૧-૨૬૫૫૯૪૮ પર સંપર્ક કરવા સુરત નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.




