ભારે વરસાદન કારણે કેવડી ડેમ ૧૦૦ ટકા ભરાયો છેઃ
આસપાસના ગામોને તકેદારી રાખવા અનુરોધઃ
માંડવી તાલુકાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નાની સિંચાઈ યોજના હેઠળના કેવડી ડેમ સાંજે ૪.૦૦ વાગે સંપુર્ણ ભરાઈ ચુકયો છે. હવે પછી યોજનાના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ પડશે તો ડેમના વેસ્ટ વિયર પરથી ઓવરફલો થઈ મોરણ ખાડીમાં વહેવાની શકયતા રહેલી છે. જેથી નાની સિંચાઈ યોજનાના હેઠવાસના મોરણખાડી નદીના કિનારાના ગામો કેવડી, જેતપુર, કાણાધાટ, ગાંગપુર, પીપલવાડા ગામોના લોકોને વરસાદ હોય ત્યારે નદીના વહેણમાં ન જવા અને નદી ન ઓળગવા પંચાયત સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




