ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાનઃ સુરત જિલ્લો
આજે મહુવા તાલુકાની તરકાણી પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજાશેઃ
ગ્રામજનોને વિવિધ યોજનાઓના લાભ લેવા અનુરોધઃ
ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન અંતર્ગત આદિજાતિની વસ્તી ધરાવતા ગામોમાં પાયાની માળખાકીય તથા વ્યકિતલક્ષી યોજનાઓના લાભો ઘર આંગણે મળી રહે તે માટે સમગ્ર જિલ્લામાં વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે આવતીકાલ તા.૫/૭/૨૦૨૫ના રોજ મહુવા તાલુકાની તરકાણી પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજાશે. જેમાં અનાવલ, ગંગાડીયા, કોસ, લસણપોર, કુમકોતર, તરકાણી, ઉમરા, આંગલધારા, વહેવલ, મહુવરીયા, માછીસાદડા, હળદવાના ગ્રામજનોના જાતિના દાખલા, રેશનકાર્ડની લગતી કામગીરી, ગંગાસ્વરૂપ યોજના, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, કિસાન સન્માનનિધિ યોજના, જનધન બેક એકાઉન્ટ, પ્રધાનમંત્રી જીવન જયોતિ વિમા યોજના તથા મનરેગા જેવી યોજનાઓના લાભો અંગેની કામગીરી કરવામાં આવશે. જેથી વધુમાં વધુ આદિજાતિના લોકોએ વિવિધ યોજનાઓનો લાભ લેવા મહુવા મામલતદારશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



