બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતોને તા.૧૯ જુલાઇ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અનુરોધ:
સામાન્ય, અનુ.જાતિ અને અનુ. જનજાતિના બાગાયતી ખેડૂતોને વિવિધ ૨૨ ઘટકોમાં સહાય
વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયતી ખેતી કરતા સામાન્ય, અનુ. જાતિ અને અનુ. જનજાતિના ખેડૂતો ઓનલાઈન અરજી કરી બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લઈ શકે તે માટે તા.૧૯/૭/૨૦૨૫ સુધી નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું રહેશે. જેમાં કાપણીના સાધનો, પ્રોસેસિંગના સાધનો, બાગાયતી પેદાશની વેચાણ વ્યવસ્થા માટે પકેીંગ
મટેરીયલ્સમાં સહાયનો કાર્યક્રમ, કાચા ટ્રેલીઝ/મડંપ, પોસ્ટ હાવેસ્ટ મેનેજમેન્ટના સાધનો(વજનકાંટા તથા પ્લાસ્ટિક ક્રેટસ), દેવી પૂજકને બીયારણના ઇનપુટમાં સહાય, ફળપાકોમાં પ્લાન્ટીગ, ટીસ્યુકલ્ચર છોડ દ્રારા ખારેકની ખેતીમાં વાવેતર વિસ્તાર વધારવા, સરગવાની ખેતી, કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)ના વાવેતરમા, આંબા, જામફળ ફળ પાક ઉત્પાદકતા વધારવા, કેળ(ટીસ્યુ) ફળ પાક ઉત્પાદકતા વધારવા, પપૈયામાં ઉત્પાદકતા વધારવા, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ, ખેતર પર પકેીંગ/શોટીગ/ગ્રેડીંગ અને સગ્રંહ એકમો, નાળીયેરી વાવેતર વિસ્તાર, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન, ક્રોપ કવર(શાકભાજી પાકો માટે), દાડમ ક્રોપ કવર/ ખારેક બંચ કવર, કોમ્પ્રીહેનસીવ હોર્ટીકલ્ચર ડેવેલપમેન્ટ જેવા વિવિધ ૨૦ જેટલા ઘટકો માટે http://www.ikhedut.gujarat.gov.in/ પર અરજી કરી શકાશે. અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લેવી. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવા.
વધુ માહિતી માટે બાગાયત કચેરીના ફોન નં. ૦૨૬૧ ૨૬૫૫૯૪૮ ઉપર સંપર્ક સાધવો તેમજ આઈ-ખેડૂત પોર્ટલની મુલાકાત લેવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

