ઓલણ નદીના પુલ પર જોખમ વધ્યું.

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર પુના વલવાડા વચ્ચે થી ઓલણ નદીના પુલ પર જોખમ વધી જવા પામ્યું છે હજુ થોડા સમય પહેલા જ વલવાડા તરફ પુલ ઉપર થી નીચે સુધી મસમોટું ગાબડું પડી જવા પામ્યું હતું જેની મરામતમાં તંત્ર દ્વારા વેઠ ઉતારવામાં આવી હોય તેમ દ્રશ્યમાં દેખાય રહ્યું છે તેમ મેટલ નાખી પુરી દેવામાં આવ્યો હતો જ્યારે હાલ ચોમાસું શરૂ થતાં જ આ ગાબડું ફરી નીચે બેસી રહ્યું છે જયારે મહુવા અનાવલ સ્ટેટ હાઇવે ભારે વાહનો સાથે અતિ વ્યસ્ત હોય ત્યારે જો ઓલણ નદીમાં ભારે પુર આવે તો ધોવાણ થવાની શકયતા ને નકારી શકાય તેમ નથી તો આજ પુલની વાત કરીએ તો પુના તરફથી વલવાડા તરફ જતા ડાબી સાઈડમાં જ રોડની સાઈડમાં લગાવેલ રેલિંગ પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે જે મોટા
અકસ્માત ને નોતરું આપી રહી ભૂતકાળમાં પણ ઓલણ નદીમાં પુર આવતા પુલના છેડે ધોવાણ થઈ ચૂક્યું છે ત્યારે તંત્ર દ્વારા રેલિંગની મરામત જરૂરી બની જવા પામી છે તો હાલ તંત્ર પુલના વલવાડા તરફના ગાબડામાં મેટલો નાખી ભારે બચત કરાવતા હોય તેમ મેટલ પુરી નીચે બેસતા ખાડાની મરામત કરાવી રહ્યું છે ત્યારે રાહદારીઓ જોખમ પૂર્વક વાહન પસાર કરવા મજબુર બની ગયા છે તો સ્થાનિકોમાં પાકા પાયે મજબૂત બાંધકામ કરવાની માંગ ઉઠવા પામી છે.

