Traffic Tail

સુરત જિલ્લામાં મોહરમ પર્વ દરમિયાન સભા-સરઘર કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

SHARE:

સુરત જિલ્લામાં મોહરમ પર્વ દરમિયાન સભા-સરઘર કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
આ વર્ષે તા.૦૬/૦૭/૨૦૨૫ના રોજ તાજીયા મોહરમ પર્વ છે. સુરત જિલ્લામાં દર વર્ષે મુસ્લિમ સમુદાય દ્વારા આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન કોઈપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વિજય રબારીએ કેટલાક પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરાવ્યું છે. જે અનુસાર સુરતની હકુમત હેઠળના (પોલીસ કમિશનરશ્રી સુરત શહેરની હકુમત સિવાય) સમગ્ર સુરત જિલ્લામાં પરવાનગી વગર કોઈ સભા ભરવા/બોલાવવા/સભા-સરઘર કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમ જે વ્યક્તિ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે, અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવાને તથા સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી. આ જાહેરનામાનો અમલ તા. ૧૬/૭/૨૦૨૫ સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!