પુના ગામે મકાન તૂટી પડતા 75 વર્ષીય વૃધ્ધા અંદર દબાઈ જતા આબાદ બચાવ.

સુરત,મહુવા:-મહુવા તાલુકામાં હાલ વરસાદી માહોલ અવિરત જોવા મળી રહ્યો છે ત્યારે મકાન ધરાસાય થવાની ઘટનાઓ સામે આવી રહી છે મહુવા ના પુના ગામે કમળાબેન છગનભાઈ પટેલ જેઓ અંદાજીત 75 વર્ષની વય સાથે એક પુત્ર સાથે તૂટેલી ફુટેલી હાલતના મકાનમાં રહેતા હતા વૃધ્ધા ની આર્થિક સ્થિતિ પણ સારી ના હોય ત્યારે જેથી દર વર્ષે કાચા મકાનમાં ઉપર આભ અને નીચે ધરતી જેવી હાલતમાં પ્લાસ્ટિક નાખીને રહેતા પરંતુ આ ચોમાસે મકાન તૂટી પડતા 75 વર્ષીય વૃધ્ધા અંદર દબાઈ ગઈ હતી સ્થાનિકો મદદે પહોંચી એને બહાર કાઢવામાં આવી હતી જોકે વૃધ્ધા નો કુદરતરી ચમત્કાર હોય તેમ કોઈપણ ઇજા પહોંચી ના હતી જોકે મકાન ધરાસાય થતાં પરિવાર પર ભર ચોમાસે મોટી આફત આવી પડી છે ત્યારે સરકાર શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે અને મકાન ઉભું કરી આપવામાં આવે તો પરિવાર માટે આશીર્વાદ રૂપ બની રહેશે.


