આંગલધરા ગામની સીમમાં ઇકો કારને નડ્યો અકસ્માત એકનું મોત.

SHARE:

આંગલધરા ગામની સીમમાં ઇકો કારને નડ્યો અકસ્માત એકનું મોત.

પોલીસ સૂત્ર પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના સીમાડેના ગામે આવેલ આંગલધરા ગામે અનાવલ વાંસદા રોડ ઇકો કાર નંબર

G.J.21.AQ 5101 ના ચાલક કુણાલ ઉમેશભાઈ પટેલ રહે સાંબા પટેલ ફળિયું તા.મહુવા જી.સુરત પોતાના કબ્જા નું વાહન પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી

આંગલધરા ગામની સીમમાં રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાવી દેતા કારમાં સવાર તમામ ને ઇજાઓ પહોંચી હતી જ્યારે ઇકો કારમાં સવાર પલક કુમારી ઉ.વ.21 રહે ઉમરા મંદિર ફળિયું તા.મહુવા.જી.સુરત ને ગંભીર ઇજાઓ થતાં તેઓનો સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું ઘટના અંગે મહુવા પોલીસ ને જાણ થતાં મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!