વાઘેશ્વરમાં 24 વર્ષીય GRD યુવતીનું હાર્ટએટેક આવતા મોત.

SHARE:

વાઘેશ્વરમાં 24 વર્ષીય GRD યુવતીનું હાર્ટએટેક આવતા મોત.

સુરત, મહુવા:-વાઘેશ્વર ગામે આવેલ આંબાવાડી ફળીયા માં ડિમ્પલ રાજૂ પટેલ નામની 24 વર્ષીય યુવતી પરિવાર સાથે રહેતી હતી. મહુવા પોલીસ મથક માં જી આર ડી તરીકે ફરજ બજાવતી ડિમ્પલ પટેલ ગત રોજ મળસ્કા ના સમયે તેના ઘરમાં સૂતી હતી. તેવા સમયે તેને ઊંઘ માં અચાનક ગભરામણ થતા તે બેભાન થઈ ગઈ હતી. તેને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા તાત્કાલિક કરચેલીયા આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાઈ હતી. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન ફરજ ઉપર ના તબીબ ના પ્રયત્નો છતાં તેનું મોત નીપજતા ખેતીકામ કરી ગુજરાન ચલાવતા માતા પિતા ને માથે આભ તૂટી પડતા ભારે ગમગીની છવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!