Traffic Tail

ખરીફ કઠોળ પાકોમાં રોગ-જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/વાવણી સમયે ખેડૂતોએ કાળજી લેવા અનુરોધ

SHARE:

ખરીફ કઠોળ પાકોમાં રોગ-જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/વાવણી સમયે ખેડૂતોએ કાળજી લેવા અનુરોધ
ખરીફ કઠોળ(મગ, મઠ, અડદ, ચોળા) પાકોમાં રોગ-જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/વાવણી સમયે ખેડૂતોએ કાળજી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે, જે મુજબ..
• રોગ પ્રતિકારક જાતો જેવી કે મગની ગુજરાત આણંદ મગ-૫, ગુજરાત આણંદ મગ-૬, ગુજરાત આણંદ મગ-૭ તેમજ અડદની ટી-૯ની વાવણી કરવી.
• રોગમુક્ત છોડ પરથી એકઠા કરેલ દાણાનો બિયારણ તરીકે ઉપયોગ કરવો
• વિષાણુંથી થતી પાનની કરચલી રોગના નિયંત્રણ માટે બિયારણને વાવતા પહેલાં ૫૫ સે ગ્રે. ગરમ પાણીમાં ૩૦ મીનીટ રાખવા ત્યારબાદ ઉપયોગમાં લેવા.
• મગ, મઠ, અડદ જેવાં પાકોમાં મેક્રોફેમિના બ્લાઇટ રોગના નિયંત્રણ માટે ધાન્ય પાકોની સાથે ફેરબદલી કરવી.
• પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોએ બીજામૃતનો પટ આપી બીજને છાંયડામાં સૂકવી વાવેતર કરવું. વાવેતર સમયે ૧૦૦ કિલો છાણિયું ખાતર અને ૧૦૦ કિલો ઘન જીવામૃત ભેળવીને ૧ એકર જમીનમાં નાખવું.
• બીજને વાવતા પહેલાં થાયરમ, કાર્બેન્ડેઝીમ અથવા મેન્કોઝેબ જેવી ફૂગનાશકોનો ૨ થી ૩ ગ્રામ/કિલો બીજ દીઠ પટ આપીને વાવણી કરવી.
• જીવાણુંથી થતા પાનના ટપકાનો રોગના નિયંત્રણ માટે બીજને સ્ટ્રેપ્ટોસાયક્લીન ૨૫૦ પીપીએમ દ્રાવણમાં ૧૫ મીનીટ બોળી રાખીને ત્યારબાદ વાવણી કરવી.
• મોલો, સફેદમાખી, તડતડીયાં અને થ્રિપ્સના નિયંત્રણ માટે બીજને જંતુનાશક દવાઓ જેવી કે, ઇમિડાક્લોપ્રિડ ૭૦ ડબ્લ્યુએસ ૭.૫ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રિડ ૬૦૦ એફએસ ૧૦ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૭૦ ડબ્લ્યુએસ ૨.૮ ગ્રામ અથવા થાયામેથોકઝામ ૩૫ એફએસ ૧૦ મિ.લી પ્રતિ કિલો પ્રમાણે બીજ માવજત આપી વાવેતર કરવું.
• થડમાખી જીવાતનો વધુ ઉપદ્રવ રહેતો હોય તેવા વિસ્તારોમાં નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન ૩ સીજી ૩૦ કિ.ગ્રા/હે પ્રમાણે જમીનમાં આપવું.
આ અંગે વધુ વિગતો, જાણકારી અને માર્ગદર્શન માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિ.ખેતીવાડી અધિકારી કે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અથવા નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!