Traffic Tail

તા.૧૨મીએ બારડોલીના સાંકરી ખાતે ખેડૂત સંમેલન અને વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના સમાપન સમારોહનું જીવંત પ્રસારણ બાયસેગ દ્વારા SATCOM મારફત કરવામાં આવશે

SHARE:

તા.૧૨મીએ બારડોલીના સાંકરી ખાતે ખેડૂત સંમેલન અને વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના સમાપન સમારોહનું જીવંત પ્રસારણ બાયસેગ દ્વારા SATCOM મારફત કરવામાં આવશે

વંદે ગુજરાત ચેનલ-૪ પર ખેડૂતો જીવંત પ્રસારણ નિહાળી શકે છે
‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બારડોલી તાલુકાના સાંકરી બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૧૨મી જૂને સવારે ૧૦.૪૫ વાગે બારડોલી તાલુકાના સાંકરી બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે એક દિવસીય ખેડૂત સંમેલન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા આયોજીત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો સમાપન સમારોહ યોજાશે. આ કાર્યક્રમનું તા.૧૨મીએ સવારે ૧૦.૩૦ થી ૧૨.૨૦ દરમ્યાન બાયસેગ દ્વારા SATCOM મારફત જીવંત પ્રસારણ વંદે ગુજરાત ચેનલ-૪ પર ખેડૂતો નિહાળી શકે છે. વધુ જાણકારી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ ફોન નં: ૦૨૬૧-૨૬૫૫૯૪૮ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!