અનાવલ રેલ્વે સ્ટેશન નજીક મધમાખીના ઝુંડે હુમલો કરતા 50 વર્ષીય મુસ્લિમ યુવાનનું મોત…
પ્રાપ્ત વિગત મુજબ વાંસદા તાલુકાના રૂપવેલ ગામે દેસાઈ ફળિયામાં રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ 50 વર્ષીય મુસ્લિમ યુવાન ઈલિયાસભાઈ સાદીકભાઈ વસીયાત સવારના કામ અર્થે અનાવલ આવેલ હતા.અને અનાવલ સવારે 10 વાગ્યાના અરસામાં રેલ્વે સ્ટેશન નજીક આવેલ દુકાનમાં બેઠા હતા.ત્યારે અચાનક મોટી મધમાખીનુ ઝુંડ ત્યાં આવી ચઢતા દુકાન નજીક બેસેલ તમામ ભાગવા લાગ્યા હતા.જ્યારે ઈલિયાસભાઈ વસિયાતને મધમાખીનુ મોટુ ઝુંડ વડગી ગયુ હતુ અને તેઓ જમીન પર પડી જતા શરીરના ખુલ્લા ભાગ હાથ પર અને મોં પર 150 થી 200 જેટલી મધમાખીએ ડંખ મારતા તેઓ ગંભીર ઘવાયા હતા.મધમાખીનું ઝુંડ હોવાથી કોઈએ નજીક જવાની હિંમત કરી ન હતી.જોકે ત્યારબાદ સ્થાનિકો દ્વારા 108 ને જાણ કરતા 108ની ટીમ દ્વારા ઘટના સ્થળે આવી મધમાખી ઉડાડી હતી જોકે ત્યાં સુધીમાં યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ.108મા યુવાનને અનાવલ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા અનાવલ ઓપીના હેમંતભાઈ ચૌધરી દ્વારા ઘટના સ્થળે આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.






