“દિશા ગ્રીનમિશન ની શરૂઆત “

દિશા ધોડિયા સમાજ સાંસ્કૃતિક ભવન નિર્માણવસરાઈ તા. મહુવા જિ.સુરત ના વિવિધ પ્રોજેક્ટો અંતર્ગત પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી દિશા ગ્રીન મિશન મહાઅભિયાન નીશરૂઆત આશ્રમ શાળા પુના થી કરવામાં આવી હતી જ્યાં ફળાઉ અને ઈમારતી તેમજ રક્ષીત છોડ જેવાકે લીમડો બોરસલી ફોક્ષટેલ પામ કપૂર ચંદન ફાઇક્સ
નાળિયેરી આંબા વડ અર્જુન સાદડ ગુલમહોર ગરમાળો કરંજ જેવા ઝાડનાં છોડો નું વાવેતર કરાયું હતું વસરાઇ ખાતે અને કરચેલિયા આશ્રમશાળા ખાતે પણ ડો. હિતેન્દ્ વ્યાસ શ્રી બચુભાઈ પટેલ શ્રી તુષારભાઈ પટેલ શ્રીમતી રેખાબેન પટેલ ( પુના ગામ સરપંચ શ્રી ) શ્રી કમલેશ ભાઈ શ્રી ઉમેદભાઈ શ્રી તેજશભાઈશ્રી યોગેશ ભાઈ શ્રી અશ્વિન ભાઈ શ્રીદલુ ભાઈ વગેરે મહાનુભવો હાજર રહ્યા હતા
દીશા નોલેજ હબના વિદ્યાર્થીઓ દ્વારા પણ આજરોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું .આજરોજ થી દીશા ગ્રીન મિશનઅંતર્ગત એક લાખ છોડનું વાવેતરનો સંકલ્પ કરાયો હતો જેના ભાગરૂપ આજરોજ ચાર ગામોમાં 555 વૃક્ષોના છોડ નુંવાવેતર કરાયું હતું દરેક છોડને નંબર આપીશ જીઓ ટેગિંગકરાયું હતું જેથી આ છોડ ની વૃદ્ધિ અનેતેના ડેટા ની માહિતી રાખી શકાય આખા ચોમાસા દરમિયાન આ અભિયાન આખા વિસ્તારમાંચાલુ રહેશે સાથે લોકોને જાગૃત કરાશે અને લોક ભાગીદારીથી આ અભિયાન આગળ ધપાવવા માટે દિશા નીટીમે સંકલ્પ લીધો હતો .






