માંડવી તાલુકાના મોરીઠા, રેગામા અને દેવગઢ ખાતે નિર્માણાધિન બ્રિજની કામગીરીની મુલાકાત લઇ કામોનું નિરિક્ષણ કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ સુરત જિલ્લાના માંડવી તાલુકાના મોરીઠા, રેગામા અને દેવગઢ ગામ ખાતે ચાલી રહેલા બ્રિજના કામકાજ સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કામની ગુણવત્તા તેમજ પ્રગતિ અંગે જાત નિરીક્ષણ કર્યું હતું.
આદિજાતિ રાજ્યમંત્રીએ સ્થાનિક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે કામગીરી અંગે વિગતો જાણી અને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન વ્યવસ્થા મજબૂત કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને આ પ્રકારના બ્રિજનું નિર્માણ ગ્રામજનોની સુવિધામાં વધારો કરશે.
મંત્રીએ નિર્ધારિત સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત કામગીરી પૂર્ણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ અવસરે મંત્રીએ ગ્રામજનોના પ્રશ્નો અને સૂચનો પણ સાંભળ્યા હતા.






