Traffic Tail

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૨૪.૮૯ કરોડના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ઓલપાડ તાલુકાના વિવિધ ગામોને જોડતા ૧૮ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત

SHARE:

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૨૪.૮૯ કરોડના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ઓલપાડ તાલુકાના વિવિધ ગામોને જોડતા ૧૮ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત

દાંડી, નધોઇ, કીમ, પારડી, વડોલી, ઉરાછી, કુંડળ, માસમા, ઓરમા, ઈચ્છાપોર, જીનોદ, દેલાસા, હાથીસા, પારડી, મીઢી, અંભેતા, પીંજરત, અછાણ, દેલાડ,સિંથણા ગામોના રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત: ગ્રામ્ય વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી સુગમ થશે

રાજયમાં શહેરોની સમાંતર વિકાસ કાર્યોથી ગામડાઓ પણ સમૃદ્ધ બન્યા છે.વન મંત્રી મુકેશભાઈ પટેલ
રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માસમા ગામ ખાતે આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ઓલપાડ તાલુકાના વિવિધ ગામોને જોડતા કુલ રૂ.૨૪.૮૯ કરોડના ૧૮ રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરાયું હતું. આ અવસરે સાંસદશ્રી મુકેશભાઈ દલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે મંત્રીશ્રીએ ઓલપાડ તાલુકાના દાંડી, નધોઇ, કીમ, પારડી, વડોલી, ઉરાછી, કુંડળ, માસમા, ઓરમા, ઈચ્છાપોર, જીનોદ, દેલાસા, હાથીસા, પારડી, મીઢી, અંભેતા, પીંજરત, અછાણ, દેલાડ, સિંથણા ગામોના રોડરસ્તાના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં રૂ.૧.૫૫ કરોડના ખર્ચે દાંડી બ્રિજ રોડ, રૂ.૭૦ લાખના ખર્ચે નધોઇથી જોઇનીંગ નધોઇ મીઢી રોડ, રૂ.૯૫ લાખના ખર્ચે ઓલપાડ કીમ થી કડોદરા સુધીનો રસ્તો, રૂ.૧.૪૦ કરોડના ખર્ચે પારડી થી વડોલી નવાગામ અણીતા રોડને જોડતો રસ્તો, રૂ.૧.૬૦ કરોડના ખર્ચે ઉરાછી થી કુડળ વગા થઇ બોલવને જોડતો રસ્તો, રૂ.૪ કરોડના ખર્ચે માસમા ઓરમા રોડ, રૂ.૧.૩૨ કરોડના ખર્ચે ઇશનપોર એપ્રોચ રોડ,રૂ.૧.૩૦ કરોડના ખર્ચે જીનોદ એપ્રોચ રોડ,રૂ.૧.૨૦ કરોડના ખર્ચે દેલાસા એપ્રોચ, રૂ.૯૦ લાખના ખર્ચે ઓલપાડ હાથીસા, રૂ.૧.૭૫ કરોડના ખર્ચે પારડી ઝાંખરી,કામરોલી, રૂ.૭૦ લાખના ખર્ચે મીઢી એપ્રોચ રોડ, રૂ.૫૦ લાખના ખર્ચે અંભેતા એપ્રોચ રોડ, રૂ.૨.૧૨ કરોડના ખર્ચે ઓરમા કાસલા વેલુક રોડ, રૂ.૫૫ લાખના ખર્ચે પીંજરત ડભારી સુધી, રૂ.૨.૫૦ કરોડના ખર્ચે અછારણ સિંયાણ રોડ જોઇ.અટોદરા રસ્તો, રૂ.૫૦ લાખના ખર્ચે દેલાડ સિવાણ ભારુંડી ઓભલા કાછબ રસ્તો, રૂ.૧.૩૫ કરોડના ખર્ચે સિથાણા કુંકણી મળી કુલ રૂ.૨૪.૮૯ કરોડના રસ્તાના કામોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે વનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ વિસ્તારોમાં જ્યાં નજર કરીએ ત્યાં વિકાસ કાર્યો નજરે પડે છે. રાજ્યમાં શહેરોની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારો પણ સર્વાંગી વિકાસથી સમૃદ્ધ બન્યા છે. ઓલપાડનો માસમા વિસ્તાર ‘મિની સૌરાષ્ટ્ર’ તરીકે વિકસી રહ્યો છે. અહીં બિલ્ડરો દ્વારા ઓછી કિંમતે આધુનિક સુવિધાઓથી સજ્જ મકાનો બનાવવામાં આવી રહ્યા છે, જેના પરિણામે મોટી સંખ્યામાં મધ્યવર્ગીય પરિવારોએ આ વિસ્તારમાં વસવાટ કરવાનું પસંદ કર્યું છે.ત્યારે વસ્તી વૃદ્ધિને અનુરૂપ વિકાસની વિવિધ માંગણીઓ પણ ઊભી થઈ છે, જેને સરકાર દ્વારા યોગ્ય આયોજન સાથે પુરી કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં વિકાસ સાથે પ્રાથમિક જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રોડ રસ્તાઓની ટકાઉપણું જળવાઈ રહે તે માટે આર.સી.સી. માર્ગોનું નિર્માણ કરવામાં આવશે. પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિવારણ લાવવા માટે પણ વધુ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ઓલપાડ તાલુકામાં ભવિષ્યમાં પાણીની અછતનો સામનો ન કરવો પડે અને ભૂગર્ભજળનું સ્તર જળવાઈ રહે તે હેતુથી ૧૦,૦૦૦થી વધુ વોટર હાર્વેસ્ટિંગના કામો કરવામાં આવી રહ્યા છે. આ સાથે તેમણે ઓલપાડ તાલુકામાં સોસાયટીઓ વિકસાવતા બિલ્ડરોને પણ તેમના પ્રોજેક્ટમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવાની અપીલ કરી હતી. તેમજ આ વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પણ જાગૃતિ અને આયોજનની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો.”
આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ નિતાબેન પટેલ, તા.પં. ઉપપ્રમુખ કિરણભાઇ પટેલ, કારોબારી અધ્યક્ષશ્રી જયેશભાઇ પટેલ, અગ્રણીઓ કુલદીપ ઠાકોર,બ્રિજેશ પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર અમિતા પટેલ, વિવિધ વિભાગના અધિકારીઓ, વિદ્યાર્થીઓ, સંગઠન હોદ્દેદારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!