Traffic Tail

હીટવેવ દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂર રાખવી.

SHARE:

હીટવેવ દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂર રાખવી.

ખેતી નિયામકની કચેરીએ હીટવેવ સંદર્ભે સાવચેતીના પગલાં સૂચવ્યા

હીટવેવ અને ગરમી દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂરી રાખવી

* ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું.
* વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું.
* જમીનમાં ભેજનુ પ્રમાણ જાળવી રાખવા પાકનાં અવશેષો, પોલીથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું.
* ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો.
* પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું.
* બપોરના કલાકો દરમિયાન ખેતીની પ્રવૃતિઓ બંધ રાખવી.
* પશુઓને છાંયડામાં રાખવાં તેમજ પીવાં માટે વારંવાર ચોખ્ખુ અને ઠંડું પાણી આપવું.
* પશુઓને ખોરાકમાં લીલું ઘાસ તેમજ ખનીજ દ્રવ્યયુક્ત આહાર આપવો અને ઓછી ગરમીનાં કલાકોમાં જ ચરાવવા માટે લઈ જવાં.
* બપોરના સમયે દુધાળા પશુઓને ચરાવવા તેમજ ખોરાક આપવો નહીં.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!