Traffic Tail

સુરત ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની સુરત જિલ્લામાં ઉજવણી

SHARE:

સુરત ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની સુરત જિલ્લામાં ઉજવણી

વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે યુવાનો, સગર્ભા, મહિલાઓ, વૃદ્ધો સહિત ૮૪૦ જેટલા નાગરિકોને બ્લડ પ્રેશર, સુગર, ટેમ્પરેચર ચેકઅપ કરાયું
સુરત ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા સુરત જિલ્લામાં ૭ એપ્રિલ-વિશ્વ આરોગ્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ- ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ છેલ્લા ૧૮ વર્ષથી લોકોને સતત આરોગ્ય સેવા આપી રહી છે. કટોકટીના સમયે જીવાદોરી સમાન બનેલી ૧૦૮ રાજ્યમાં સર્વપ્રિય બની છે, ત્યારે સુરત ૧૦૮ ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ જિલ્લાના સુપરવાઇઝરો, ૧૦૮ની ટીમ દ્વારા સુરત જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે યુવાનો, સગર્ભા, મહિલાઓ, વૃદ્ધો સહિત ૮૪૦ જેટલા નાગરિકોને બ્લડ પ્રેશર, સુગર, ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું. હાલમાં હીટવેવ- વધતી જતી કાળઝાળ ગરમીને લઈને સાવચેતીના પગલા અંગે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!