લો બોલો હવે મંદિર પણ સુરક્ષિત નથી,પુના ભવાની મંદિરમાં ચોરીનો પ્રયાસ.

SHARE:

લો બોલો હવે મંદિર પણ સુરક્ષિત નથી,પુના ભવાની મંદિરમાં ચોરીનો પ્રયાસ.

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં હાલ ચોરીની ઘટનામાં ધરખમ વધારો જોવા મળ્યો છે.ત્યારે હવે દેવી દેવતાના મંદિરો પણ સુરક્ષિત નથી જોવા મળતા મહુવા તાલુકાના પુના ગામમાં હાલમાં જ ભવાની માતાજીની પ્રતિષ્ઠા મંદિરમાં કરવામાં આવી છે.મંદિર ની પ્રતિષ્ઠા થતાં મંદિરના દ્વાર હંમેશા માટે રાત દિવસ દર્શનાર્થીઓ ખુલ્લા રાખવામાં આવતા હતા ઉપરાંત આ મંદિર મહુવા અનાવલ સ્ટેટ હાઇવે ને લગોલગ આવેલું છે જેથી વાહનોની આવન-જાવન સતત ચાલુ જ જોવા મળતી હોવા છતાં જાણ ભેદુઓ દ્વારા મંદિરની દાનપેટીને તોડવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો.પરંતુ દાનપેટી નહિ તૂટતા ઉપરના ભાગેથી રૂપિયા કાઢવામાં આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે ગ્રામજનો જણાવ્યા અનુસાર દાન પેટીમાંથી 15 થી 20 હજાર જેટલા રૂપિયા ઉપર સળિયો નાખીને કાઢી લેવામાં આવ્યા હોય એવું જણાઈ રહ્યું છે અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પુના ગામમાં આવેલ અતિ પ્રાચીન હનુમાનજી મંદિરમાં પણ દાન પેટીમાંથી રૂપિયાની ચોરી થઈ હતી તો વર્ષ 2024 દરમ્યાન દાન પેટીમાંથી ખોલવામાં આવતા અંદરથી મોટા પ્રમાણમાં રૂપિયા ચોરાઈ ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું.હાલ તો ભવાની માતાના મંદિરમાં દાન પેટી તૂટવાની ઘટનાએ ગ્રામજનો એક્સન મોડમાં આવી ગયા છે.અવાર-નવાર ગામના મંદિરોમાં ચોરીની ઘટના બાબતે ગ્રામજનો દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે.તો બીજી તરફ ગામના મંદિરોમાં થતી ચોરીએ જાણ ભેદુ જ હોવાનું અનુમાન અંગે કેટલાક શકમંદોને ગ્રામજનો દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે.ભવાની માતાનું મંદિરમાં રાત્રીના 12 વાગ્યા પછી છેલ્લા બે પાંચ દિવસથી લાઈટ બંધ થઈ થઈ જતી હોવાનું પણ જાણવા મળે છે જેથી આ કળિયુગ ના ડિજિટલ ચોર ટેક્નિકલ માઈન્ડ નો ઉપયોગ કરી ચોરીનો પ્રયાસ હાથ કરતા હોય એવું પણ પ્રતિત થઈ રહ્યું છે.ત્યારે હાલ તો હવે રાત્રીના સમયે ત્યાં કોણ કોણ આવ્યું હતું તે મોબાઈલ લોકેશન મળ્યા બાદ જ જાણવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!