મહુવા તાલુકામાં દીપડો પાંજરે પુરાયો ખેતરમાંથી બચ્ચું મળી આવ્યું.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના મહુડી ગામે શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં બિન્દાસ્ત ફરતા દીપડાથી સ્થાનિકો ભયભીત બની ગયા હતા.દિવસ રાત બિન્દાસ્ત ફરતા દીપડાને પાંજરે પુરી ભયમુક્ત કરવાની રજુઆત સ્થાનિકો દ્વારા મહુવા વન વિભાગના અધિકારીઓને કરાતા પ્રથમ ગત બુધવારના રોજ મહુડી ગામે વિજયભાઈ મંગુભાઇ ચૌધરીના ઘરની પાછળ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરૂ ગોઠવવામાં આવ્યુ હતુ.જે પાંજરામાં બીજા દિવસે સવારે એક કદાવર દીપડો મારણખાવા જતા ઝડપાયો હતો.દીપડો પાંજરે પુરાતા જ વન વિભાગ દ્વારા પાંજરે પુરાયેલ દીપડાનો કબ્જો લઈ દૂર જંગલમાં મુકત કર્યો હતો.જોકે ગામમાં અન્ય દીપડા ફરતા હોવાથી ગ્રામજનોની રજુઆતને ધ્યાને લઈ વન વિભાગના અધિકારીઓ દ્વારા શનિવારે ફરી વિજયભાઈ મંગુભાઇ ચૌધરીના ઘરની પાછળ પાંજરૂ મૂકી દીપડાને ઝબ્બે કરવાની કવાયત હાથ ધરી હતી.તા-16/03/2025ને રવિવારે સવારે 5:20 વાગ્યાના અરસામા પાંજરામાં મુકેલ મારણ જોઈ દિપડી લલચાઈ ગઈ હતી.અને મારણ ખાવા પાંજરામાં ઘૂસતા જ દીપડી પાંજરે પુરાઈ હતી.દીપડી પાંજરે પુરાતા જ સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો.ઘટના અંગે વન વિભાગના અધિકારીઓને જાણ કરાતા વન વિભાગના અધિકારીઓ વહેલી સવારે ઘટના સ્થળે આવી પાંજરે પુરાયેલ બે વર્ષની દીપડીનો કબ્જો લઈ દૂર જંગલમાં મુકત કરવાની કવાયત હાથ ધરી હતી.
મહુવા તાલુકાના મહુડી ગામે થી રવિવારે સવારે કદાવર દીપડી પાંજરે પુરાઈ હતી.જ્યારે મહુડી નજીક જ આવેક બારોડિયા ગામે ખેડૂત દિલીપભાઈ રમણભાઈ પટેલના ખેતરમાંથી એક દીપડાનું બચ્ચું મળી આવ્યુ હતુ.દીપડાનુ બચ્ચુ મળવાની ઘટના અંગે મહુવા વન વિભાગને જાણ થતા ઘટના સ્થળે જઈ દીપડાના બચ્ચાનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.





