પુના વલવાડા વચ્ચે એક અજાણી મહિલા નિઃસહાય બનતા વલવાડા છીબાડ ફળિયું બન્યું સહારો.

SHARE:

પુના વલવાડા વચ્ચે એક અજાણી મહિલા નિઃસહાય બનતા વલવાડા છીબાડ ફળિયું બન્યું સહારો.

સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ એક અજાણી મહિલા જેને એક અજાણ્યો મોટર સાયકલ ચાલક ક્યાં જવાનું પૂછતા તેણી એ કહ્યું મારે ટ્રેનમાં જવું છે કહેતા મોટર સાયકલ ચાલક તેને બેસાડી પુના કાકા બળીયા અને વલવાડા વચ્ચે નદીના પટ તરફ જંગલ વિસ્તારમાં છોડી ગયો હતો નિઃસહાય મહિલા ભટકતી ભટકતી નદી કિનારે કપડાં ધોતી વલવાડા છીબાડ ફળિયાની મહિલા પાસે પહોંચી હતી તમામ મહિલાઓએ હાલ ચાલ પૂછી ઘરે લઈ ગયા હતા જ્યાં હિંદી ભાષી આ મહિલા મહારાષ્ટ્ર ની હોવાનું જણાવ્યું હતું અને અહીંયા ઇટ ના ભઠ્ઠા પર કામ કરવા આવી હતી અને મારો પતિ મને માર મારે છે એવું જણાવી રહી હતી.નિઃસહાય અને લાચાર મહિલા ની વેદનાની ગંભીરતા સમજતા ઘટનાની જાણ પોલીસ ને કરતા જ તરત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.મહિલાની પૂછ પરછના અંતે મહિલાએ પોતાના સ્વજન ને ત્યાં જવાનો નિર્ણય લીધો હતો.આર્થિક રીતે નિઃસહાય મહિલાને વલવાડા છીબાડ ફળિયાના યુવકો મહિલાઓ એ આર્થિક સહાય કરી પરિવાર જનોનો સંપર્ક કરી તેઓને રવાના કરાયા હતા.પોલીસ અને વલવાડા ના સ્થાનિક જાગ્રત મહિલાઓએ એક લાચાર મહિલાની મદદ કરી ઉત્તમ ઉદાહરણ પુર પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!