હોળી/ધુળેટીના તહેવાર સંદર્ભે પોલીસ કમિશનરનું જાહેરનામું

SHARE:

હોળી/ધુળેટીના તહેવાર સંદર્ભે પોલીસ કમિશનરનું જાહેરનામું

હોળી/ધુળેટીના તહેવારોની ઉજવણીને ધ્યાને લઈ શાંતિ અને સલામતી જળવાઈ રહે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરકરાર રહે તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે એવા આશયથી શહેર વિસ્તારમાં પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોતે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામા અનુસાર હોળી-ધુળેટીના તહેવારમાં કોઇ પણ વ્યક્તિઓએ જાહેર જગ્યાએ આવતા-જતા રાહદારીઓ ઉપર અથવા મકાનો અથવા મિલ્કતો, વાહનો ઉપર અથવા વાહનોમાં જતા-આવતા શખ્સો ઉપર કાદવ, કિચડ, રંગ, સિન્થેટીક રંગ અથવા રંગ મિશ્રિત કરેલા પાણી અથવા તૈલી કે બીજી કોઇ વસ્તુઓ નાખવી-ફેંકવી નહીં. હોળી ધુળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા નહીં અથવા બીજા કોઇ ઇરાદાથી જાહેર રસ્તા ઉપર જતા આવતા રાહદારીઓ અથવા વાહન રોકવા નહીં. તા.૧૫/૦૩/૨૦૨૫ સુધી જાહેરનામું અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!