ગોળીગઢના મેળામાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ પરિવાર સાથે રાઇટ્સ નો માણ્યો આનંદ.
દક્ષિણ ગુજરાતમાં સૌથી લોકપ્રિય અને મોટો ગણાતો ગોળીગઢ મેળો કે જ્યાં દર્શનાર્થીઓ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર,રાજેસ્થાન, મુંબઈ જેવા મોટા રાજ્યો અને શહેરોમાંથી ઊમટતા હોય છે ત્યારે આ મેળો હોળી ના આગલા રવિવારે ભરાતો હોય તો શનિવારના સાંજથી જ મેળામાં ભારે ભીડ જામતી હોય છે આ વર્ષે પણ શનિવાર ના સાંજ થી જ ભારે ભીડ જોવા મળી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા ગોળીગઢ બાપુના દર્શન કરવા આવ્યા હતાં.પરંતુ આજ સુધી મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાને કોઈપણ રાઇટ્સમાં બેઠેલા કોઈએ ભાગ્યે જ જોયા હતા જ્યારે શનિવારના રોજ ધારાસભ્ય પરિવાર સાથે કચડોળ મોતનો કૂવો જેવા મનોરંજનના આનંદ માણતાં નજરે પડયા હતા.





