સુરતના લિંબાયત ખાતે યોજાનાર વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ સંદર્ભે સમારોહ સ્થળે કલેક્ટર ડો.સૌરભ પારધીએ સંબંધિત તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

SHARE:

સુરતના લિંબાયત ખાતે યોજાનાર વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ સંદર્ભે સમારોહ સ્થળે કલેક્ટર ડો.સૌરભ પારધીએ સંબંધિત તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી
 
ડીડીઓ શિવાની ગોયલ સહિતના ઉચ્ચ અધિકારીઓ સમીક્ષામાં સામેલ થયા
આગામી તા.૭મી માર્ચના રોજ સુરતના લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને યોજાનાર રાજ્ય પૂરવઠા વિભાગના ‘સુરત અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ કાર્યક્રમ’ સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ કાર્યક્રમ સ્થળે આયોજન અને પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી વિજય રબારી, કાર્યક્રમના નોડલ અધિકારી અને જિલ્લા પૂરવઠા અધિકારી શ્રી ડી.ડી. શાહ, ઉચ્ચ અધિકારીઓ સમીક્ષા બેઠકમાં સામેલ થયા હતા.
જિલ્લા કલેક્ટરશ્રીએ કાર્યક્રમની જરૂરી વ્યવસ્થાઓ જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ, હેલિપેડથી લઈને કાર્યક્રમના સ્થળ સુધીના રૂટ પર બ્રાન્ડિંગની વિગતો મેળવી હતી. સાથે લાભાર્થીઓ, સાઉન્ડ સિસ્ટમ, ડોમની ડિઝાઈન, બેઠક વ્યવસ્થા, મીડિયા વ્યવસ્થા, પાર્કિંગ, ફુડ પેકેટસ, પીવાના પાણી, શૌચાલય, ગ્રીનરૂમ, હેલિપેડ, સ્ટેજ ઉપરની આનુશાંગિક વ્યવસ્થાઓ, ટ્રાફિક નિયમન વગેરેની તૈયારીઓની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત કાર્યક્રમને અનુસંધાને ગઠિત વિવિધ સમિતિઓના અધ્યક્ષોએ પોતાની કામગીરી અંગે વિગતવાર જાણકારી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!